જ્યારે મહિલાની તપાસ કરવામાં આવી ત્યારે મહિલાએ આ વાતનો સ્વીકાર કર્યો હતો. મહિલાએ જણાવ્યું હતું કે, તેણે માત્ર મંગળસૂત્રની સાંકળ (વિવાહિત હોવાની નિશાની તરીકે પહેરેલ પવિત્ર મંગળસૂત્ર) દૂર કરી હતી. આ મંગળસૂત્ર હજુ પણ તેની પાસે છે, તેણે માત્ર સાંકળ દૂર કરી છે.
મહિલાના વકીલે હિંદુ વિવાહ અધિનિયમ ધારા 7નો હવાલો આપતા કહ્યું હતું કે, મંગળસૂત્ર પહેરવું જરૂરી નથી. જો પત્ની આ મંગળસૂત્ર ન પહેરે તો તેનાથી વૈવાહિક સંબંધો પર કોઈ અસર થતી નથી. આ સમગ્ર મામલે જસ્ટિસ બેન્ચે જણાવ્યું છે કે, જે જગ્યાએથી આ મામલો સામે આવ્યો છે, તે જગ્યાએ વિવાહ સમારોહમાં મંગળસૂત્ર પહેરવું તેનું એક અલગ મહત્વ રહેલું છે.
આ પણ વાંચો – કોરોના હજુ ખતમ થયો નથી, નવો આવનાર વેરિએન્ટ છે ખૂબ ઘાતક, હોસ્પિટલોમાં જામશે દર્દીઓની ભીડ!
હાઈકોર્ટે જણાવ્યું છે કે, મહિલાએ મંગળસૂત્ર કાઢી નાખ્યું છે અને તેણે સ્વીકાર કર્યો છે કે, તેણે તે મંગળસૂત્ર બેન્કના લોકરમાં રાખ્યું છે. મહિલા જાણતી હતી કે, કોઈપણ વિવાહિત હિંદુ મહિલા પોતાના પતિના જીવનકાળ દરમિયાન ક્યારેય પણ મંગળસૂત્ર કાઢતી નથી.
વિવાહિત હિંદુ મહિલાના ગળામાં રહેલ મંગળસૂત્રને લગ્નજીવનની નિરંતરતાનું પ્રતિક માનવામાં આવે છે અને તે પતિના મૃત્યુ બાદ જ કાઢવામાં આવે છે. આ કારણોસર જો પત્ની મંગળસૂત્ર કાઢે તો તેને માનસિક ક્રૂરતા ગણવામાં આવશે, જેનાથી પતિની ભાવનાઓને ઠેસ પહોંચી શકે છે.
મદ્રાસ હાઈકોર્ટની ખંડપીઠે આ માપદંડને લાગુ કરતા જણાવ્યું છે કે, મંગળસૂત્ર દૂર કરવાને અનૌપચારિક કૃત્ય ગણવામાં આવશે. અમે ક્યારેય પણ એવું નથી કહેતા કે, મંગળસૂત્રને દૂર કરવું તે વૈવાહિક જીવનને સમાપ્ત કરવા માટે પર્યાપ્ત છે. આ વાતથી પતિના મનમાં સાબિત થાય છે કે, મંગળસૂત્ર લગ્નજીવનની નિશાની નહીં પરંતુ માત્ર એક ટુકડો છે. અલગ થવા સમયે જો પત્ની ગળામાંથી મંગળસૂત્ર કાઢી નાખે તો તેના પરથી સાબિત થાય છે કે, પત્ની આ લગ્નજીવનને આગળ વધારવાનો ઈરાદો રાખતી નથી.
હાઈકોર્ટ ખંડપીઠે જણાવ્યું કે, મહિલાએ તેના પતિના સહકર્મીઓ અને વિદ્યાર્થીઓની હાજરીમાં પતિ પર અન્ય મહિલા સહયોગી સાથે સંબંધ હોવાના આરોપ મુક્યા હતા. હાઈકોર્ટે કહ્યું છે કે, પત્નીએ પતિના ચરિત્ર પર સવાલ ઊભા કર્યા હતા અને તમામ લોકોની હાજરીમાં એક્સ્ટ્રા મેરિટલ અફેર હોવાના આરોપ મુકીને માનસિક ક્રૂરતા સાબિત કરી છે.
પતિ પત્ની વર્ષ 2011થી અલગ રહે છે અને આ સમયગાળા દરમિયાન પત્નીએ ભેગા રહેવા માટે કોઈપણ પ્રયાસ કર્યા હોય તેવું જોવા મળ્યું નથી. આ પરિસ્થિતિમાં જોવા મળે છે કે, પત્નીએ તેના આ કૃત્યથી પતિ પ્રત્યેની માનસિક ક્રૂરતા સાબિત કરી છે. આ કારણોસર અરજીકર્તાની ડાયવોર્સ લેવાની અરજીનો સ્વીકાર કરવામાં આવે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Family court, Madras high court