રક્ષા મંત્રાલયે આગામી 7 વર્ષોમાં IMRH ની મેન્યુફેક્ચરિંગ શરુ કરવા કહ્યું
IMRH થી વર્તમાનમાં ભારતીય સેના દ્વારા ઉપયોગ કરવામાં આવી રહેલા રશિયન નિર્મિત બધા Mi-17 અને Mi-8 હેલિકોપ્ટરોને બદલવામાં આવશે. ઇન્ડિયન મલ્ટી રોલ હેલિકોપ્ટર એટલે IMRH 13 ટન વજન સાથે ઉડાન ભરી શકશે. આ સ્વદેશી હેલિકોપ્ટર ભારતીય સશસ્ત્ર બળો સાથે એર અટેક, એન્ટી સબમરિન, એન્ટી શિપ, મિલિટ્રી ટ્રાન્સપોર્ટ અને VVIP ભૂમિકાઓમાં પ્રદર્શન કરશે. એ સમજવામાં આવે છે કે ભારતીય ખાનગી ક્ષેત્રની કંપનીઓએ પહેલા જ આ પ્રોજેક્ટમાં સામેલ થવા માટે ઉત્સુકતા દેખાડી છે અને રક્ષા મંત્રાલયે તેમને આગામી 7 વર્ષોમાં IMRH ની મેન્યુફેક્ચરિંગ શરુ કરવા માટે કહ્યું છે.
આ પણ વાંચો – યૂપીનો દરેક ખુણો નવા સપના સાથે દોડવા તૈયાર, આ જ સબકા સાથ, સબકા વિકાસ : PM મોદી
ફ્રાન્સની કંપની સફ્રાન સાથે HAL એ કરી છે સમજુતી
ફ્રાન્સની કંપની સફ્રાન (Safran)પહેલા જ 8 જુલાઇ 2022ના રોજ હિન્દુસ્તાન એયરોનોટિક્સ લિમિટેડ (HAL) સાથે એક સમજુતી પર હસ્તાક્ષર કર્યા છે. આ સમજુતીનો ઉદ્દેશ્ય એક નવું જોઇન્ટ વેન્ચર બનાવવાનો છે, જે IMRH માટે એન્જીન વિકસિત કરશે અને તેનું ઉત્પાદન કરશે. જેમાં IMRH ના નૌસેના સંસ્કરણના એન્જીનનું ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન સામેલ હશે.
આ પણ વાંચો – ગોલ્ડી બ્રારે જાહેર કર્યો વીડિયો, સિદ્ધુ મુસેવાલાની હત્યા કરવા પાછળનું અસલી કારણ જણાવ્યું
અધિકારીઓના મતે ખાનગી ક્ષેત્રની કંપનીઓને પોતાના ઉત્પાદનનું 25 ટકા ત્રીજા દેશોને નિર્યાત કરવા અને જ દેશ માટે વિદેશી મુદ્રા ભેગી કરવા માટે મંજૂરી હશે. ભારતીય સશસ્ત્ર બળોને વિકસિત IMRH ખરીદવા માટે કહેવામાં આવ્યું છે, જેના ઉત્પાદન માટે આગામી 7 વર્ષોનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Defence, Ministry of Defence, રાજનાથ સિંહ