દેશના પંદરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી (President Election) માટે મત આપી દેવામાં આવ્યા છે. મતદાન પરથી સંકેત મળી રહ્યા છે કે, ભારતના આગામી રાષ્ટ્રપતિ ઓડિશા નિવાસી દ્રોપદી મુર્મૂ ( Droupadi Murmu)હશે, તેઓ અગાઉ ઝારખંડના રાજ્યપાલ રહી ચૂક્યા છે. દ્રોપદી મુર્મૂ પહેલા 14 રાષ્ટ્રપતિઓ (President)દેશના સંવૈધાનિક પ્રમુખ તરીકે રાષ્ટ્રપતિ ભવનની (Rashtrapati Bhavan)શોભા વધારી ચૂક્યા છે.

એક સમયે બ્રિટીશ કોલોનિયલ પાવરનું પ્રતિક રહેલ લુટિંયસ નિર્મિત ભવન આઝાદી બાદ 75 વર્ષોમાં બદલાવ અને રાષ્ટ્રપતિ પદ પર ફરજ બજાવી ચૂકેલ વ્યક્તિઓની વિશેષતાનું સાક્ષી રહ્યું છે. જેને પ્રખ્યાત અભિનેતા અને નિર્દેશક મનોજ જોશી દ્વારા રોચક અંદાજમાં રજૂ કરવામાં આવ્યું. તેમણે ‘રાષ્ટ્રપતિ ભવન’ નામથી નાટક ભજવ્યું હતું. આ નાટક રાષ્ટ્રપતિ ભવનના કલ્ચરલ સેન્ટરમાં ભજવવામાં આવ્યુ હતું.

મનોજ જોશી નાટકના નાયક

દેશના આગામી રાષ્ટ્રપતિ કોણ હશે તેવી ચર્ચા આખા દેશમાં ચાલી રહી હતી. તે સમયે રાષ્ટ્રપતિ ભવન પ્રાંગણમાં રહેલ રાષ્ટ્રપતિ ભવન કલ્ચરલ સેન્ટરના મંચ પર મુંબઈથી આવેલ કલાકારોનું સમૂહ નાટકની તૈયારી કરી રહ્યું હતું. ફિલ્મો, ટીવી સીરિયલ અને નાટ્ય જગતના ફેમસ કલાકાર મનોજ જોશી આ નાટકની આગેવાની કરી રહ્યા હતા. તેમણે ભજવેલ ચાણક્યના પાત્રની આજે પણ ખૂબ જ પ્રશંસા કરવામાં આવી રહી છે.

Rashtrapati Bhavan

મનોજ જોશી રાષ્ટ્રપતિ ભવનના ઈતિહાસને રોચક રૂપે બતાવવાની કોશિશ કરી હતી. ઉપરાંત રાષ્ટ્રપતિ તરીકે 14 મહાનુભાવોએ બજવેલી તેમની ફરજની ઝલક પણ રજૂ કરવાની હતી. ત્રણ મહિના સુધી રિસર્ચ અને એક મહિનાની પ્રેક્ટીસ બાદ મનોજ જોશીની આગેવાનીમાં 25થી વધુ કલાકારોએ રાષ્ટ્રપતિ ભવનના મંચ પર સવા કલાકથી વધુ સમયનું નાટક ભજવ્યું હતું. આ નાટક જોઈને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ તાળીઓથી સન્માન કર્યું હતું.

રાષ્ટ્રપતિ કોવિંદ સામે ‘રાષ્ટ્રપતિ ભવન’ નાટક ભજવાયું

આ નાટકની ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુની સાથે સાથે તમામ રાજ્યોના રાજ્યપાલ અને કેન્દ્ર સરકારના અનેક મંત્રીઓએ મજા માણી હતી. નાટક પૂર્ણ થયા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ મંચ પર જઈને કલાકારોનો ઉત્સાહ વધાર્યો હતો અને તેમની સાથે ફોટો પણ ક્લિક કરાવ્યા હતા. મંચ પર રહેલા 14 કલાકારે ડો.રાજેન્દ્ર પ્રસાદથી લઈને રામનાથ કોવિંદની ભૂમિકા ભજવી હતી.

મનોજ જોશીએ નાટક માટે અનેક વખત રિસર્ચ કર્યું

રાષ્ટ્રપતિના પ્રેસ સચિવ અજય સિંહ અને બોલીવુડ કલાકાર મનોજ જોશી જૂના મિત્રો છે. એક દિવસ વાત વાતમાં રાષ્ટ્રપતિ ભવનના ઈતિહાસને રોચકરૂપે નાટક તરીકે રજૂ કરવાની યોજના બનાવવામાં આવી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પણ આ આઈડિયા ખૂબ જ પસંદ આવ્યો અને આ પ્રકારે નાટકની સ્ક્રિપ્ટ અને ડિઝાઈન પર કામ શરૂ કરવામાં આવ્યું હતું.

મનોજ જોશીએ આ મામલે વારંવાર રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત લીધી. આ મુલાકાતો રાષ્ટ્રપતિ ભવનના શિલ્પથી લઈને ઐતિહાસિક દસ્તાવેજો પર નજર નાખીને સ્ક્રિપ્ટ બનાવવા માટે હતી. દેશની સૌથી પ્રસિદ્ધ ઈમારતના ઈતિહાસને સરળતાથી અને રોચકરૂપે લોકોની સામે રજૂ કરવાનો હેતુ હતો.

લુટિંયસના વિચારો પણ રજૂ કરે છે આ નાટક

મનોજ જોશીએ રાષ્ટ્રપતિ ભવનના ઈતિહાસને વાંચ્યો અને ઉપરાંત રાષ્ટ્રપતિનાના આસન પર બેઠેલ તમામ રાષ્ટ્રપતિઓના કાર્યકાળ અને તેમના વ્યક્તિત્વનું પણ અધ્યયન કર્યું હતું. બ્રિટીશ ઔપનિવેશિક શાસનના મોટા પ્રતીક તરીકે બનાવવામાં આવેલ વાઈસરોય હાઉસના આર્કિટેક્ટ એડવિન લુટિંયસના વિચારોને પણ દસ્તાવેજથી ઓળખવાની કોશિશ કરી હતી. લુટિંયસને ભારતીય કલા અને ઈતિહાસ સાથે કોઈ ખાસ લગાવ નહોતો. જ્યારે તેણે આ ઈમારત બનાવી ત્યારે તેણે પોતાની પત્નીથી પ્રભાવિત થઈને સાંચીના સ્તૂપ, હિંદુ અન જૈન મંદિરના સ્થાપત્યમાંથી પ્રેરણા મેળવી અને તેનો ઉપયોગ કર્યો હતો. બ્રિટીશ આધુનિક ઈતિહાસના સૌથી ફેમસ સ્થાપત્ય શિલ્પકાર તરીકે ઓળખાતા લુટિંયસના પ્રારંભિક વિચાર સાથે રાષ્ટ્રપતિ ભવન નાટકની શરૂઆત કરાઇ હતી.

Rashtrapati Bhavan1

રાષ્ટ્રપતિ ભવનમાં શુટિંગ માટે રેડ્ડીએ એટનબરોને ના પાડી

મનોજ જોશી નાટકની મુખ્ય ભૂમિકા ભજવવાની સાથે રાષ્ટ્રપતિની ભૂમિકા ભજવતા તમામ પાત્ર સાથે સંવાદ પણ કરે છે. નાટકની મદદથી 75 વર્ષનો ઈતિહાસ જીવંત થયો છે. રાજેન્દ્ર પ્રસાદથી લઈને રામનાથ કોવિંદના વ્યક્તિત્વની ઝાંખી પણ જોવા મળે છે. નાટકમાં કેટલીક રોચક જાણકારી પણ આપવામાં આવી છે. તત્કાલીન રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડીએ હોલીવુડના ફેમસ ડાયરેક્ટર રિચર્ડ એટનબરોને ‘ગાંધી’ ફિલ્મના શુટિંગ માટે રાષ્ટ્રપતિ ભવનનો ઉપયોગ કરવાની કેવી રીતે ના પાડી દીધી હોવાનો ઉલ્લેખ પણ છે.

રાષ્ટ્રપતિના વ્યક્તિત્વની ઝલક

ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ‘દેશરત્ન’ ડો.રાજેન્દ્ર પ્રસાદની સાદગી આ નાટકમાં પરિલક્ષિત થાય છે, તેઓ રાષ્ટ્રના અનેક પડકારોથી વાકેફ હતા. તેમની તબિયત સારી ના હોવા છતાં તેઓ દરરોજ 12 કલાક કામ કરતા હતા. દેશના બીજા રાષ્ટ્રપતિ ડો. એસ. રાધાકૃષ્ણન રાજનીતિની જગ્યાએ શિક્ષણ ક્ષેત્રે સમગ્ર ભારતમાં પોતાનું નામ પ્રસિદ્ધ કરી ચૂક્યા હતા. ભારત ચીન યુદ્ધમાં કળથી કામ કરવા સાથે દેશના પ્રથમ બે વડા પ્રધાનો નહેરુ અને શાસ્ત્રીના કાર્યકાળ દરમિયાન મૃત્યુને કારણે ઊભી થયેલી પરિસ્થિતિમાં પણ સમજદારીપૂર્વક કામ કરવાનું ચાલુ રાખ્યું હતું. તેમણે ઝાકિર હુસૈનની પીડા પણ જોઈ. દેશમાં મોંઘવારીથી લઈને અન્ન સંકટ પણ આવ્યું. આ તમામ પરિસ્થિતિનું રાષ્ટ્રપતિ ભવન સાક્ષી રહ્યું છે.

Rashtrapati Bhavan2

ફખરુદ્દીન અલી અહમદ અનેક રમતોમાં પારંગત હતા

વીવી ગિરી, કોંગ્રેસના અધિકૃત ઉમેદવાર ન હતા, તેમ છતાં ઈન્દિરા ગાંધીની પસંદને કારણે તેઓ રાષ્ટ્રપતિ બન્યા અને રાજનૈતિક દાવ પેંચની પરાકાષ્ઠાથી વાકેફ થયા. ગિરીને રાષ્ટ્રપતિ પદ સિવાય શ્રમિક હિતની રક્ષા કરનાર રાજનેતા તરીકે પણ ઓળખ મળી હતી.

ફખરુદ્દીન અલી અહમદને દેશમાં મોટાભાગના લોકો દ્વારા ઈમરજન્સીની કાળી સૂચના પર હસ્તાક્ષર કરનાર રાષ્ટ્રપતિ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ અનેક રમતોમા પારંગત હતા. તેઓ ફ્રી ટાઈમમાં રમતના મેદાન પર જ રહેતા. નાટક પરથી જોવા મળે છે કે, તેમને ગોલ્ફ, ફૂટબોલ, ટેનિસ અને ક્રિકેટમાં ખૂબ જ રસ હતો. રાષ્ટ્રપતિ ભવનના કેમ્પસમાં પણ તેઓ ગોલ્ફ મેદાનમાં જ જોવા મળતા હતા. મૃત્યુ બાદ પણ તેમને દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન નજીક દફનાવવામાં આવ્યા હતા.

Rashtrapati Bhavan3

જ્ઞાનીજીના અંદાજનું સાક્ષી રહ્યું રાષ્ટ્રપતિ ભવન

જનતાના શાસનકાળ દરમિયાન નીલમ સંજીવ રેડ્ડી દેશના રાષ્ટ્રપતિ બન્યા હતા. રાષ્ટ્રપતિ ભવનનો ઉપયોગ કોઈ ફિલ્મોના શુટિંગ માટે કરે તે તેમને બિલ્કુલ પણ પસંદ ન હતું. ભલે તે વ્યક્તિ વિશ્વ પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા, નિર્દેશક આદમી એટનબરો કેમ ના હોય. જ્ઞાની જૈલ સિંહ રાષ્ટ્રપતિ ભવનમાં પંજાબના ગામમાં અલગ અંદાજમાં જ રહેતા હતા. રાષ્ટ્રપતિ ભવનની લોન પર બેસીને તેમને દેશી ભોજન કરવાનું પસંદ હતું. તેઓ પંજાબીમાં પણ વાતચીત કરતા હતા.

રાષ્ટ્રપતિ શંકર દયાળ શર્માને શિક્ષક તરીકે શિષ્ય પાસેથી મળ્યું સમ્માન

રાષ્ટ્રપતિ તરીકે આર. વેંકટરમને કાર્યકાળ સંક્ષિપ્ત રહ્યો હોય એવા અનેક પ્રધાનમંત્રી જોયા. મુશ્કેલ સંવૈધાનિક પરિસ્થિતિમાંથી બહાર નીકળવા છતાં મુગલ ગાર્ડનની સાજસજ્જામાં તેમને ખૂબ જ રૂચિ હતી અને તેમણે મોટી સંખ્યામાં દેશી પ્રજાતિના ફળ ફૂલ પણ લગાવ્યા હતા. રાષ્ટ્રપતિ તરીકે શંકર દયાળ શર્માની પ્રતિષ્ઠા તો હતી જ પરંતુ, જ્યારે તેઓ એક અરબ દેશના પ્રવાસ પર ગયા ત્યારે શાસન અધ્યક્ષે તેમની ખૂબ સેવા કરી હતી. શંકર દયાળ શર્માએ તેમને શિક્ષક તરીકે શિક્ષા આપી હતી. તેમના શિષ્યનું નામ સુલ્તાન કબૂલ બિન સઈદ છે. તેમને પુણેમાં શંકર દયાળ શર્માએ શિક્ષા આપી હતી.

Rashtrapati Bhavan4

કલામની સાદગીથી રાષ્ટ્રપતિ ભવનમાં તમામ લોકો આશ્ચર્યચકિત હતા

રાષ્ટ્રપતિ ભવન નાટક જોઈને ખબર પડે છે કે, કે. આર. નારાયણન દેશના સંવૈધાનિક પ્રમુખની મોટી જવાબદારી નિભાવવાની સાથે સાથે અંગ્રેજી સાહિત્યનો પોતાનો શોખ પણ પૂરો કરે છે. સૌથી રોચક વાત એ છે કે, એ. પી. જે અબ્દુલ કલામના વ્યક્તિત્વની ઝાંખીની વાત કરવામાં આવે તો તેઓ રાષ્ટ્રપતિ ભવનમાં પુસ્તકની સાથે સાથે એક સૂટકેસ લઈને આવ્યા હતા તેઓ દિવસે એક કોલેજના પ્રોફેસર તરીકે રહેતા અને ભારતના ભવિષ્ય વિશે વાતો કરતા હતા. ફ્રી ટાઈમમાં તેઓ સંગીત શીખતા હતા અને તેમાં ખોવાઈ જતા હતા.

Rashtrapati Bhavan5

પ્રતિભાતાઈએ લડાકૂ વિમાનમાં બેસીને આપ્યો સંદેશ

દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હોવાનું ગૌરવ પ્રતિભા દેવીસિંહ પાટીલના નામે છે. તેમના વ્યક્તિત્વની ઝાંખી રાષ્ટ્રપતિ ભવનના નાટકમાં જોવા મળે છે. તેઓ લડાકૂ વિમાનમાં બેસવા માટે રાજી થઈ ગયા હતા. એક મહિલા હોવાને કારણે લોકો તેમને લડાકૂ વિમાનમાં ના બેસવાની સલાહ આપતા હતા. પ્રતિભાતાઈ રાષ્ટ્રપતિ તરીકે સંવૈધાનિક પ્રમુખ હોવાની સાથે સાથે તેઓ ભારતીય સેનામાં સુપ્રીમ કમાન્ડર પણ રહી ચૂક્યા છે. તેઓ પોતાની હિંમત સાથે સાથે સેનાના જવાનોને પ્રોત્સાહિત કરતા હતા અને મહિલાઓને સંદેશ આપ્યો હતો કે, મહિલાઓ પણ પુરુષોની સમાન છે.

Rashtrapati Bhavan10

નાટકમાં પ્રણવ મુખર્જી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના વ્યક્તિત્વની ઝલક

પ્રણવ મુખર્જી ધીર ગંભીર વ્યક્તિત્વ ધરાવતા હતા. પ્રણવ મુખર્જીએ ભારત પર આતંકી હુમલા કરનાર આતંકીઓને દયા અરજીને રદ કરી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની ઝાંખી પણ આ નાટકમાં જોવા મળે છે. કાનપુર પાસે પડોખ ગામમાં રામનાથ કોવિંદનો જન્મ થયો છે. દેશમાં રાષ્ટ્રપતિની ખુરશી પર દલિત સમાજના સભ્ય તરીકે રામનાથ કોવિંદ પહેલા સભ્ય છે. તેઓ પોતાની સાદગી માટે પ્રખ્યાત છે. કોરોનાકાળ દરમિયાન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારને રાષ્ટ્રપતિ ભવનમાં બોલાવીને તેમને સમ્માનિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રના સંવૈધાનિક પ્રમુખ તરીકે તેમના પ્રતિ કૃતજ્ઞતા પ્રદર્શિત કરવામાં તેમણે કોઈ કમી બાકી રાખી નથી. તેમણે સંકટ સમયમાં જનતાની સેવા કરી છે.

Rashtrapati Bhavan6

કલાકારો માટે ઐતિહાસિક ક્ષણ

સવા કલાકનું આ નાટક ખૂબ જ રસપ્રદ છે. આ નાટકમાં ગુજરાતી, પારસી અને હિન્દી ફિલ્મો તથા નાટકોના કલાકાર છે. કોઈપણ પ્રકારના મહેનતાણા વગર એક મહિના સુધી મુંબઈથી દિલ્હી આવીને તેમણે નાટકનું રિહર્સલ કર્યું અને સંપૂર્ણ કુશળતાથી આ નાટક ભજવ્યું છે. કલાકારો માટે આ ખૂબ જ ખુશીની વાત છે કે, તેમણે સંવૈધાનિક પ્રમુખોના કાર્યકાળ અને તેના સાક્ષી રહેલા રાષ્ટ્રપતિ ભવનના ઈતિહાસને ધારદાર રૂપે સવા કલાકમાં રજૂ કર્યું છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદથી લઈને તમામ લોકો આ નાટકની પ્રશંસા કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં જ રાષ્ટ્રપતિ ભવનની કહાની જીવંત રૂપે રજૂ કરવાની તક તમામ લોકોને નથી મળતી. આ ખુશી મનોજ જોશીના આગેવાનીમાં ભજવેલ આ નાટક અવિસ્મરણીય બની ગયું છે.

Published by:Ashish Goyal

First published:

Tags: Brajesh kumar singh, Brajesh Kumar Singh Blog, Droupadi Murmu, President of India

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here