29 મેના રોજ પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની નિર્મમ હત્યા (Sidhu Moosewala Murder) કરવામાં આવી હતી. આ ઘટના બાદ જેલની અંદર અને સરહદ પાર ચાલતી ગેરકાયદાકીય પ્રવૃત્તિઓ (illegal Activities) સામે આવી હતી. સિદ્ધુ મુસેવાલાના બે હત્યારા જગરૂપ રૂપા (Jagroop Rupa)અને મન્નુ કૂસાની હત્યા (Mannu Kussa Murder) કરવામાં આવતા આ ગેંગસ્ટરોએ ફરી એકવાર ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે.

પંજાબના માળવા ક્ષેત્રના પ્રભજિંદર સિંહ ઉર્ફે ડિમ્પીથી આ પ્રકારના અસામાજિક તત્વો અસ્તિત્વમાં આવ્યા છે. 7 જુલાઈ 2006ના રોજ સુખના તળાવ પાસે તેને મોત ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. તેની મળતિયા રોકી પર આરોપ મુકવામાં આવ્યો હતો કે, અપરાધની દુનિયામાં પોતાનો ડંકો વગાડવા માટે તેને મારી નાંખ્યો હતો.

7 એપ્રિલના રોજ આપ સરકારે ADGP પ્રમોદ બાનના નેતૃત્વમાં એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સ આ ગેંગસ્ટરોને દબોચી રહી હતી. પોલીસે આ ગેંગને ત્રણ શ્રેણીમાં વિભાજિત કરી છે. સૂત્રો પરથી જાણવા મળ્યું છે કે, A, B અને C કેટેગરીના ઓછામાં ઓછા 30 ગેંગસ્ટર ફરાર છે. ટાસ્ક ફોર્સ આ ગેંગસ્ટરને પકડવા માટે સતત પ્રયાસ કરી રહી છે. પંજાબ પોલીસે છેલ્લા કેટલાક વર્ષોમાં A, B અને C કેટેગરીના 545 ગેંગસ્ટરમાંથી 515 ગેંગસ્ટરની ધરપકડ કરી છે. આ ગેંગસ્ટર પાસેથી મોટી માત્રામાં હથિયાર, ગોળા બારૂદ, વાહન તથા અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.

આ ગુંડાઓની તપાસમાં એક વોન્ટેડ આતંકવાદી હરવિંદર સિંહ રિંડાનું નામ સામે આવી રહ્યું છે, ત્યારે પોલીસ આ ગુંડાઓને તેમના ભારત વિરોધી કાવતરામાં પણ તેમનો ઉપયોગ કરવામાં મદદ કરવા માટે પાક સ્થિત ખાલિસ્તાન સમર્થક તત્વો સાથેના તેમના સંબંધોની તપાસ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગઈકાલના એન્કાઉન્ટરમાં પણ રૂપા અને કુસા રિંડા સુધી પહોંચવા માટે સરહદ પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હશે.

પોલીસ રેકોર્ડ મુજબ પંજાબમાં 2021માં 724 અને 2020માં 757 હત્યાઓ થઈ હતી. 2022ના પહેલા 100 દિવસમાં 158 હત્યાઓ નોંધાઈ હતી. આપનું નેતૃત્વ ખુલ્લેઆમ કહી રહ્યું છે કે ભૂતકાળની સરકારોથી વિપરીત ગુંડાઓને કોઈ પણ રાજકીય પક્ષો અથવા નેતાઓ દ્વારા આશ્રય આપવામાં આવશે નહીં.

આ પણ વાંચો – ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે જાહેર કર્યો વીડિયો, સિદ્ધુ મુસેવાલાની હત્યા કરવા પાછળનું અસલી કારણ જણાવ્યું

પંજાબની કેટલીક જાણીતી ગેગ્સ

સુભદીપસિંહ ઉર્ફે સિદ્ધુ મૂસેવાલાની હત્યાએ લોરેન્સ બિશ્નોઇ ગેંગ અને દવિન્દર બામ્બિહા ગેંગના નામ ખુલ્લા કર્યા છે. લકી પડિયાલ બામ્બિહા જૂથના સભ્ય પણ છે. અન્ય ગેંગમાં ગુરપ્રીત સેખોન ગ્રૂપ, વિકી ગૌંદર ગ્રૂપ, જગ્ગુ ભગવાનપુરિયા ગેંગ, શેરા ખુબાન ગેંગ, હરવિંદર ઉર્ફે રિંડા ગ્રૂપ, પુષ્પિન્દર ઉર્ફે તાઉ ગ્રૂપ, હરપ્રીત ઉર્ફે ટુસા ગ્રૂપ, જય પાલ ગ્રૂપ, મનવીરસિંહ ગ્રૂપ, ભૂપી રાણા ગ્રૂપ અને જસવિન્દર ઝજ્જ ગ્રુપનો સમાવેશ થાય છે. કોન્ટ્રાક્ટ કિલિંગ, ખૂન અને હત્યાના પ્રયાસ, અપહરણો અને ખંડણી, પ્રોટેક્શન મની, બંદૂક-પોઇન્ટની લૂંટ, સ્નેચિંગ, હાઇવે લૂંટ, વાહન સ્નેચિંગ અને જમીન પચાવી પાડવાના કેસોમાં આ ટોળકીઓની સંડોવણી હોવાનું સામે આવ્યું છે.

લોરેન્સ બિશ્નોઇ ગેંગ

તિહાર જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈ ફિરોઝપુર જિલ્લાના ધટ્ટારનવાલી ગામનો વતની છે અને ચંદીગઢની ડીએવી કોલેજમાં અભ્યાસ કરતી વખતે વિદ્યાર્થી નેતા તરીકે શરૂઆત કરી હતી. તે ગુનાની દુનિયામાં પ્રવેશતા પહેલા 2011થી 2012 દરમિયાન પંજાબ યુનિવર્સિટી (SOPU)ના વિદ્યાર્થી સંગઠનનો પ્રમુખ હતો. તેમની ગેંગના સભ્ય ગોલ્ડી બ્રારે મીડિયામાં ખુલ્લેઆમ દાવો કર્યો છે કે, આ ગેંગે મુસેવાલાની હત્યા કરી હતી. 2010માં જ્યારે તે કોલેજમાં હતો, ત્યારે હત્યાના પ્રયાસ બદલ તેની સામે પ્રથમ એફઆઈઆર નોંધાઈ હતી.

દવિન્દર બામ્બિહા ગેંગ

દવિન્દર સિંહ સિદ્ધુ ઉર્ફે દવિંદર બામ્બિહા મોગા જિલ્લાના બામ્બિહા ભાઈ ગામનો કબડ્ડી પ્લેયર હતો. 2010માં પોતાના ગામમાં જૂથ અથડામણ દરમિયાન હત્યાના કેસમાં દોષિત ઠર્યા બાદ જેલમાં બંધ બમ્બિહાએ 21 વર્ષની ઉંમરે જેલમાંથી ભાગી છૂટ્યા બાદ પોતાની ગેંગ બનાવી હતી. 9 સપ્ટેમ્બર, 2016ના રોજ બઠિંડાના રામપુરા નજીક ગિલ કલાન ગામમાં પંજાબ પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં તે માર્યો ગયો તે પહેલાં લૂંટ, સ્નેચિંગ, હત્યાના અનેક કેસમાં તેનું નામ સામે આવ્યું હતું. તેની ગેંગને વિદેશ સ્થિત તત્વો ચલાવી રહ્યા છે.

જગ્ગુ ભગવાનપુરિયા ગેંગ

બટાલા ડેરા બાબા નાનક રોડ પર ભગવાનપુર ગામનો જસદીપ સિંહ કબડ્ડી પ્લેયર છે. કબડ્ડીની મેચોનું આયોજન કરતી વખતે કેટલાક રાજકારણીઓના સંપર્કમાં આવ્યા બાદ તેણે ગુનાની દુનિયામાં પ્રવેશ કર્યો હતો અને તેમના માટે કામ કરવાનું શરૂ કર્યું હતું. જેલમાં તેણે સુખા કાહલોન અને લોરેન્સ બિશ્નોઇ સાથે મિત્રતા કેળવી અને તેમની સાથે કામ કરવાનું શરૂ કર્યું. તે સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડના શંકાસ્પદો પૈકી એક છે.

શેરા ખુબાન ગેંગ

ગુરશાહીદ સિંહ ઉર્ફે શેરા ખુબાન પણ એક કુખ્યાત આરોપી હતો. જે 2012માં પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. તેણે ગયા વર્ષે કોલકાતામાં માર્યા ગયેલા જયપાલ ભુલ્લરને પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં માર્ગદર્શન આપ્યું હતું. ખુબાન અને ભુલ્લરની મુલાકાત ફિરોઝપુરમાં સ્પોર્ટ્સ ટૂર્નામેન્ટ દરમિયાન થઈ હતી. તીરથ ઢિલવાન જે હવે શેરા ખુબાન ગેંગ ચલાવે છે, તે કબડ્ડીનો જાણીતો ખેલાડી હતો.

રાષ્ટ્રીય ટૂર્નામેન્ટની રમતના ટ્રાયલ દરમિયાન જલંધરમાં શેરાને પુરુષોના એક ગ્રુપ દ્વારા માર મારવામાં આવ્યો હતો. તેનો મિત્ર ચંદીગઢથી તેના મારનો બદલો લેવા આવ્યો હતો અને ત્યાંથી તેના જીવનમાં સૌથી ખરાબ વળાંક આવ્યો હતો અને તે તેના મિત્રોની ગેંગમાં જોડાયો હતો. જેલમાં તે ગેંગસ્ટર જસવિંદર સિંહ રોકીને મળ્યો હતો. પરંતુ શેરાએ રિકીના સહયોગી હેપ્પી દેવરાની હત્યા કરી ત્યારે તેમની મિત્રતામાં ખટાશ આવી ગઈ હતી. સપ્ટેમ્બર 202માં શેરા પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. 2016માં તેના જૂથના વિકી ગૌંદરે ફેસબુક પોસ્ટમાં જસવિંદર સિંહ રોકીની હત્યાની જવાબદારી લીધી હતી.

હરવિન્દર સિંહ રીંડા

પંજાબ પોલીસના જણાવ્યા અનુસાર પાકિસ્તાનની આઈએસઆઈ દ્વારા સમર્થિત ખાલિસ્તાની આતંકવાદી હરવિંદર સિંહ સંધુ ઉર્ફે રિંડા તરન તારણ જિલ્લાનો છે. જ્યાંથી તે 11 વર્ષનો હતો, ત્યારે તેનો પરિવાર મહારાષ્ટ્રના નાંદેડ સાહિબમાં શિફ્ટ થયો હતો. તેના પર વજીરાબાદ અને વિમાનતાલ ખાતે બે સ્થાનિક વેપારીઓની હત્યા કરવાના આરોપસર બે કેસ નોંધાયા હતા.

મૂળ સરહદી જિલ્લા તરન તારણનો વતની ગેંગસ્ટરમાંથી આતંકવાદી બનેલો હરવિંદર સિંહ સંધુ ઉર્ફે રિંડા હવે પાકિસ્તાનમાંથી કામ કરી રહ્યો છે અને પંજાબમાં અનેક આતંકી કેસોમાં તેનું નામ સામે આવ્યું છે. પરિવાર પંજાબ પાછો શિફ્ટ થયા બાદ 2016માં રિંડાએ પંજાબ યુનિવર્સિટીના વિદ્યાર્થી રાજકારણમાં ભાગ લીધો હતો અને સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા (SOI) પર ફાયરિંગ કર્યું હતું. તેમણે સેક્ટર 11ના એસએચઓ ઇન્સ્પેક્ટર નરિન્દર પટિયાલને પણ ધમકી આપી હતી. મે મહિનામાં મોહાલીમાં વિજિલન્સ ઓફિસ બિલ્ડિંગમાં થયેલા હુમલામાં તે મુખ્ય શંકાસ્પદ છે.

નીરજ બવાના ગેંગ

દિલ્હીની તિહાર જેલમાં બંધ નીરજ બવાનાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા બે દિવસમાં સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો બદલો લેવાનું નક્કી કર્યું હતું. તેની ગેંગ દવિંદર બામ્બિહા ગૃપ સાથે સંલગ્ન છે અને ભુપી રાણા પણ તેનો સભ્ય છે. ભુપી રાણાએ લોરેન્સ બિશ્નોઇ ગેંગના દાવાને નકારી કાઢ્યો હતો કે, સિદ્ધુ મૂસેવાલાને વિકી મિધુખેરા અને ગુરલાલ બ્રારની હત્યા સાથે કોઈ લેવાદેવા નથી.

First published:

Tags: Lawrence Bishnoi, Sidhu moosewala, પંજાબ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here