200 કરોડ વેક્સીનનો આંકડો પાર કરવા બદલ પીએમ નરેન્દ્ર મોદીએ બધા ભારતીયોને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે દેશને તે લોકો પર ગર્વ છે જેમણે ભારતના વેક્સીનેશન અભિયાન અને ગતિને અદ્રિતીય બનાવવામાં યોગદાન આપ્યું છે. આનાથી કોવિડ-19 સામે વૈશ્વિક લડાઇને મજબૂત કરી છે.
#200CroreVaccinations#WellDoneIndia
मात्र 18 महीनों में 200 करोड़ टीकाकरण का लक्ष्य पूरा कर भारत ने एक नया कीर्तिमान स्थापित किया है। इस उपलब्धि पर सभी देशवासियों को हार्दिक शुभकानाएं।
– डॉ @mansukhmandviya, केंद्रीय स्वास्थ्य एवं परिवार कल्याण मंत्री@PMOIndia pic.twitter.com/gL8fsiXDwW— Ministry of Health (@MoHFW_INDIA) July 17, 2022
આ પણ વાંચો – ભારતની પ્રાઇવેટ કંપનીઓ બનાવી શકશે મિલિટ્રી હેલિકોપ્ટર, રક્ષા મંત્રાલયથી જલ્દી મળશે મંજૂરી
પીએમ મોદીએ કહ્યું કે વેક્સીનના આખા અભિયાન દરમિયાન ભારતના લોકોએ વિજ્ઞાનમાં ઉલ્લેખનીય વિશ્વાસ બતાવ્યો છે. આપણો ડોક્ટરો, નર્સો, ફ્રન્ટલાઇન વર્કર્સ, વૈજ્ઞાનિકો અને ઉદ્યમીઓએ એક સુરક્ષિત ધરતી સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. હું તેમની ભાવના અને દ્રઢ સંકલ્પની પ્રશંસા કરું છું.
200 કરોડ વેક્સીનનો આંકડો પાર કરવા બદલ પીએમ નરેન્દ્ર મોદીએ બધા ભારતીયોને અભિનંદન પાઠવ્યા
સરકારી અધિકારીઓનું કહેવું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સક્રિય રણનીતિક અને નીતિ સ્તરીય નેતૃત્વ, જેમાં મેક ઇન ઇન્ડિયા અને મેક ફોર વર્લ્ડ મંત્ર સામેલ છે. આજે દેશનો દરેક વયસ્ક નાગરિક મેક ઇન ઇન્ડિયા વેક્સીન સાથે પુરી રીતે ટિકા કવચ પ્રાપ્ત કરી ચૂક્યો છે. સરકારી અધિકારીઓએ News18 ને જણાવ્યું કે વૈજ્ઞાનિક સલાહ અને સર્વોત્તમ વૈશ્વિક પ્રથાઓના આધારે, પ્રાથમિકતાના સિદ્ધાંત સાથે ભારતમાં 7 તબક્કામાં કોવિડ વેક્સીનેશન અભિયાન ચલાવવામાં આવ્યું છે.
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા નિર્મિત કોવિશીલ્ડના લગભગ 160 કરોડ ડોઝ, ભારત બાયોટેક દ્વારા નિર્મિત કોવેક્સીનના 33.5 કરોડ ડોઝ અને બાયોલોજિકલ ઇ દ્વારા નિર્મિત કોર્બેવેક્સના 6.5 કરોડ ડોઝ વયસ્કો અને બાળકોને આપવામાં આવ્યા છે. આમાં પ્રીકોશન ડોઝ પણ સામેલ છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Covid 19 cases, કોરોના વાયરસ, પીએમ મોદી