પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરે 7 કાંવડિયાઓને ઝપેટમાં લીધા હતા. જેમાં 5 ભક્તોના સ્થળ પર જ મોત થયા હતા. એક કાંવડિયાનું હોસ્પિટલમાં મોત થયું છે અને એક જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો છે. આ ઘટના કોતવાલી સાદાબાદ બઢાર ચોક પર બની હતી. આ દુર્ઘટનાની સૂચના મળવા પર પોલીસ સ્થળ પર પહોંચી અને લાશને કબજામાં લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.
આ પણ વાંચો – આ છે પંજાબના સૌથી કુખ્યાત ગેંગસ્ટર, આવી રીતે ચાલે છે ગેંગવોર
આગરા ઝોનના એડીજી રાજીવ કૃષ્ણએ કહ્યું કે રાત્રે લગભગ સવા બે વાગ્યાની આસપાસ સાત કાંવડ શ્રદ્ધાળુઓને એક ડમ્પરે કચડ્યા હતા. જેમાં છના મોત થયા છે અને 1 ગંભીર રુપથી ઇજાગ્રસ્ત છે. આ પોતાના કાંવડ સાથે હરિદ્વારથી ગ્વાલિયર જઇ રહ્યા હતા. આગરા એડીજી, ડીઆઈજી સહિત બધા આલા અધિકારી ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. કાંવડિયાઓનો અકસ્માત કરીને ડમ્પર ચાલર ફરાર થઇ ગયો છે. પોલીસ તેની શોધ કરી રહી છે.
UP | 5 dead after Kanwar devotees from MP’s Gwalior were mowed down by a truck in Hathras district during early hours, today pic.twitter.com/8UZjFzZMJM
— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 23, 2022
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હાથરસમાં અકસ્માતની ઘટનામાં 6 કાંવડિયાઓના મોત પર શોક પ્રકટ કર્યો છે. મુખ્યમંત્રીએ દિવંગતોની આત્માની શાંતિની કામના કરતા શોકગ્રસ્ત પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે જિલ્લા પ્રશાસનના અધિકારીઓને ઇજાગ્રસ્તોની તાત્કાલિક સારવાર કરાવવાનો નિર્દેશ આપ્યો છે.
આ પણ વાંચો – યુવક-યુવતીઓને સાથે બેસવાથી રોક્યા તો એકબીજાના ખોળામાં બેસી કર્યું ‘Laptop’ પ્રોટેસ્ટ
હાથરસ દુર્ઘટનામાં મૃતકોની યાદી
1. જબર સિંહ, ઉંમર 28 વર્ષ
2. રનવીર સિંહ, 30 વર્ષ
3. મનોજ પાલ સિંહ, 30 વર્ષ
4. રમેશ પાલ, 30 વર્ષ
5. નરેશ પાલ, 45 વર્ષ
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Accident News, Haridwar, ઉત્તર પ્રદેશ