છેલ્લા 24 કલાકથી વરસાદની કપરી પરિસ્થિતિમાં ગુજરાતના ઘણા જિલ્લાઓમાં લોકોને બચાવવા માટે અલગ અલગ ઉપાયો દ્વારા ફસાયેલા લોકોને સલામત સ્થળે પહોંચાડવામાં આવી રહ્યા છે. કાંઠા વિસ્તારના જિલ્લાઓમાં કોસ્ટકાર્ડ સાથે મળીને બચાવ કાર્ય થઈ રહ્યું છે.

read more: આનંદો !!! ગુજરાત ના જળાશયો માં જુલાઇમાં જ થઈ ચૂક્યો છે 40 ટકા પાણી સંગ્રહ

ગુજરાતના છેવાડાના જિલ્લા વલસાડમાં ઔરંગા નદીના કિનારે કેટલાક પીડિત લોકોને બચાવવા માટે જિલ્લા કલેકટર કચેરી દ્વારા કોસ્ટ ગાર્ડને વિનંતી પ્રાપ્ત થઈ એ વિનંતી ના આધારે દમણ ખાતેના કોસ્ટ ગાર્ડ એર સ્ટેશન દ્વારા ભારે વરસાદ વચ્ચે રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું.

કોસ્ટ ગાર્ડ નું હેલિકોપ્ટર દમણ થી ઉપડ્યું અને ઔરંગા નદીના કિનારે ફસાયેલા 16 લોકોને બચાવવા માટે વલસાડ આવ્યો ભારે પવન અને ભારે વરસાદમાં નજીવી દૃશ્યતા વચ્ચે ઉડાન ભરી અને હેલિકોપ્ટર ક્રુએ બચાવ કાર્ય પૂરું કર્યું. એસ ક્યુ માં ફસાયેલા 16 લોકોને એરલીફ્ટ કરી સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા.

વલસાડ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદે કહેર વર્તાવ્યો છે આવા સમયે વિસ્તારનો ઘણો મોટો ભાગ અસરગ્રસ્ત છે. ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે ઔરંગા નદીમાં પૂરની સ્થિતિ સર્જાય જેના કારણે આસપાસના સમગ્ર વિસ્તારમાં પાણી ફરી વળ્યા. તંત્ર દ્વારા સતત બચાવ કાર્ય થઈ રહ્યું છે. બચાવ કાર્ય માટે એન ડી આર એફ ની ટીમ પણ કાર્યરત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here