એક એવા કપડાને શોધ કરી છે સો ટકા સ્વચ્છ થઈ શકે
આ પેડની શોધ કરનાર અનુરાધા એગ્રીએ ચાઈલ્ડ લાઇફમાં એક વોલેન્ટિયર તરીકે કામ કરતા હતા. જ્યાં એક બાળકીને ડિસ્પોઝેબલ પેડના લઈને સવાઇકલ કેન્સર થયું હતું. અને તેમણે જોયું કે બીજી અનેક મહિલાઓ પણ આ ઇન્ફેક્શનનો શિકાર બની રહી છે. ત્યારે તેમણે મહિલાઓની આ સમસ્યા વિશે રિસર્ચ કરવાનું શરૂ કર્યું અને એક એવા કપડાને શોધ કરી છે સો ટકા સ્વચ્છ થઈ શકે.
આ માટે તેમણે તેમના મિત્ર ભરતભાઈની મદદ લીધી જે છેલ્લા 17 વર્ષથી ટેક્સટાઇલમાં કાપડનો અનુભવ ધરાવતા હતા. અનુરાધાબેન અને ભરતભાઈએ સાથે મળીને એક એવા પેડ ની શોધ કરી જે રીયુસેબલ હોવાથી પર્યાવરણને પણ નુકસાન ન કરે અને એની અંદર ફાઇબરની એક એવી ટેકનોલોજીનું લેયર બનાવ્યું જે કાપડ હોવા છતાં લીંકપ્રૂફ રહે. અને તેને ધોઈને માત્ર તડકામાં સુકવી દેવાથી ફરી તે વપરાશમાં લઈ શકાય.
મહિલાઓએ આ પેડનો ઉપયોગ કરી માસિક ધર્મમાં થતી ઇન્ફેક્શનથી રાહત મેળવી
આ પેડનીમાં ભારત સિવાય વિદેશોમાં પણ ઘણી છે તેમને દુબઈ કેનેડા અને આફ્રિકા જેવા અલગ-અલગ દેશોમાંથી પણ ઓર્ડર મળ્યા છે. ઘણી બધી મહિલાઓએ આ પેડનો ઉપયોગ કરી માસિક ધર્મમાં થતી ઇન્ફેક્શનથી રાહત મેળવી છે. ડિસ્પોઝેબલ પેન્ટ નો કચરો એ આજે સૌથી મોટું પ્રદૂષણ બન્યું છે ત્યારે આ પ્રદૂષણથી છુટકારો મેળવવા માટે પણ હવે ફરી યુઝેબલ પેડનો ઉપયોગ કરવો જરૂરી બન્યું છે.
તમારા શહેરમાંથી (સુરત)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર