ત્યારબાદ આ માસુમ બાળક ના માતા પિતાને પોલીસે શોધવાનો ઘણા પ્રયત્નો કર્યા પણ બાળકના માતા પિતા કે તેના અન્ય કોઈ પરિવારનો પત્તો લાગ્યો ન હતો. બીજી તરફ ચિલ્ડ્રન હોમમાં સારા ભણતર અને રહેવા તથા જમવાની વ્યવસ્થાથી બાળક જોત જોતામાં 12 વર્ષનું થઇ ગયું. અને આ સમય દરમિયાન આ બાળક ચિલ્ડ્રન હોમમાં રહેતા અન્ય બાળકો અને સંચાલકો તથા શિક્ષકો સાથે એટલી હદે ભળી ગયો હતો કે તેને તેના પરિવાર નહિ હોવાની કોઈ અનુભૂતિ પણ ન થઇ હતી.ત્યારે રાજકોટ નું એક દંપતી બાળક દત્તક લેવા માટે છેલ્લા 12 વર્ષથી તરફડતું હતું તેમણે સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓનલાઇન પ્રક્રિયાથી ફોર્મ ભર્યું હતું. જેમાં વાપી રેલવે ટ્રેક પરથી મળેલા આ બાળક દંપતીને પસંદ આવી જતા આ દંપતી એ આજે આ બાળકને દત્તક લીધું હતું.
આ પણ વાંચો: અહીથી તમે નરી આંખે જોઈ શકો છો શનિ,મંગળ સહિત વિવિધ ગ્રહો; જુઓ કેવી રીતે
હવે પરિવાર વગર ના આ બાળક નું ભાગ્ય બદલાઈ ગયું હતું. એક તરફ ખુશી નો પ્રસંગ સમાન આ કિસ્સા માં ચિલ્ડ્રન હોમ માં રહેતા અન્ય બાળકો અને સંચાલકો સાથે શિક્ષકો બાળક થી વિખુટા પાડવા ના આ પ્રસંગ ને નિહાળીને હાજર તમામ લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા.ભાઈની વિદાય સમયે ભાઈની બહેન પણ ભાવુક થઈ હતી,બાદ મન મકક્મ કરી ભાઈને ભારે હૈયેપોતાના ભાઈને વિદાય આપી હતી.
તમારા શહેરમાંથી (વલસાડ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર