રામભાઈ પટેલની વાત કરવામાં આવે તો જ્યારે તેઓ ગ્રડ્યુયેશનની ડિગ્રી માટે 1972માં બી. કોમમાં અભ્યાસ કરી રહ્યા હતા તે સમયે આકાસ્મિક રીતે તેઓએ પોતાની આંખે દેખાતું બંધ થયઈ ગયું હતું અને તેઓ અંધકારમય જીવન તરફ ધકેલાઈ ગયા હતા પરંતું કહેવાય છે ને મન હોય તો માળવે જવાયા એજ રીતે રામભાઈ પટેલે હાર ન માની હતી.પોતે અંધ હોવા છતા તેઓએ 1976માં વલસાડની બેંકમાં ટેલિફોન ઓપરેટરની નોકરી મેળવી હતી.
આ પણ વાંચો: ધરમપુરની આર્ચ સંસ્થાએ આદિવાસી યુવાનોને તાલીમ આપી અને 100 ટકા રોજગારી મળી
રામભાઈ પોતે અંધ હોવાના કારણે અનેક મુશ્કેલીઓ સહેન કરી રહ્યા હતા તે દરમિયાન તેઓએ જે પ્રકારની મુશ્કેલીઓ સહેન કરી રહ્યા હતા તે અન્ય પ્રજ્ઞાચશુઓને ન સહેન કરવી પડે તે હેતુંથી અને મનમાં કઈક કરી બતાવની ધગશને કારણે 14 એપ્રિલ 1984ના દિવસે ગંગાબાની વાડીમાં વલસાડ નેશનલ એસોસિયેશન ફોર ધ બ્લાઈન્ડ સંસ્થાની સ્થાપના કરી હતી.
જે બાદ 1984થી 1990 સુધી પોતાના ઘરે જ કાર્યાલય બનાવી સંચાલન કરવામાં આવતું હતું તે દરમિયાન 8 પ્રજ્ઞાચક્ષુઓને પોતાના ઘરે જ રાખી શિક્ષણ અને તાલીમ આપવાની શરૂઆત કરી હતી.વલસાડ નેશનલ એસોસિયેશન ફોર ધ બ્લાઇન્ડ સંસ્થાના મંત્રી દ્વારા રાજ્ય સરકાર પાસે જમીનની મંગળી કરતા નનકવાડા ખાતે આવેલી સરકારી તલાવડીની જગ્યા ફાળવવામાં આવી હતી.જ્યા દાતાઓ અને સરકારની સહાયથી ચક્ષુહીન કુમાર છાત્રાલય અને ચક્ષુહીન તાલીમ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી.જેમાં તમામ પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ/બહેનોને રહેવા,જમવાની સગવડ કરી આપવામાં આવી હતી.
આ પણ વાંચો: મારા ગણેશ માટીના ગણેશ; તમે પણ ઘરે બનાવી શકો છો માટીની ગણેશ મૂર્તિ; જોવો વીડિયો
ન્યૂઝ 18 ની ખાસ વાતચીત માં વલસાડ નેશનલ એસોસિયેશન ફોર ધ બ્લાઇન્ડ સંસ્થાના મંત્રી રામભાઈ પટેલે જણાવ્યું કે મલ્ટીપલ વિકલાંગ મહિલા માટેની છાત્રાલય ચાલે છે એમાં શરૂઆતમાં કુલ 71 જેટલી બહેનો હતી 2005માં હોસ્ટેલમાં રહેવા બહેનોને તમામ ખર્ચ દાન મેળવીને વલસાડ નેશનલ એસોસિયેશન ફોર ધ બ્લાઇન્ડ સંસ્થા સંચાલન કરે છે સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં મલ્ટીપલ વિકલાંગ મહિલા છાત્રાલય માટેની માન્યતા ન મળતા ગ્રાન્ટ મળતી નથી જેથી ભવિષ્માં સરકાર આ અંગે નિર્ણય લઈ તેઓને ગ્રાન્ટ સ્વરૂપે પૈસાની સહાય કરે તેવી વિનંતી કરી હતી.
તમારા શહેરમાંથી (વલસાડ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Blind man