રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાના ગુંદલાવ ખાતે રહેતો ધ્રુવ પટેલ છેલ્લા 6 વર્ષથી પ્રેકટીસ કરી રહ્યો છે.ધ્રુવે માત્ર 6 વર્ષમાં કિક બોક્સિંગ અને મિકશ માર્શલ આર્ટમાં ટ્રેનિંગ મેળવી વિવિધ સ્પર્ધાઓમાં ચેલેન્જિનગ ફાઈટ કરીને 30 જેટલા ગોલ્ડ મેડલ અને 6 જેટલા સિલ્વર મેડલ મેળવવામાં મહારથ હાંસલ કરી છે.
ધ્રુવના પિતા કોન્ટ્રાક્ટર છે અને માતા જિલ્લા પંચાયતમાં ડી.પી.ઓ. શાખામાં નોકરી કરી રહ્યા છે, ધુવના કોચ ચેતન ભાઈ પટેલ છે જેઓ વલસાડ ખાતે એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ એન્ડ સેલ્ફ ડિફેન્સ એકેડેમી ચલાવે છે. ધ્રુવના કોચ ચેતનભાઈ પટેલ એ જણાવ્યું હતું કે ધ્રુવના પાછળ સખ્ખત મહેનત કરી છે.ધ્રુવના કોચે જણાવ્યું હતું કેધ્રુવ 2015 થી રમી રહ્યો છે. ધ્રુવને રોજ 2 કલાક ની ટ્રેનિંગ હું આપી રહ્યો છે. ધ્રુવની ઉંમર માત્ર 13 વર્ષની છે જે દરમિયાન તેણે કુલ 36 મેચો રમી છે જેમાં તેણે તમામ સ્પર્ધામાં મેડલ પ્રાપ્ત કર્યા છે. ધ્રુવે 36 મેચમાં 30 ગોલ્ડ અને 6 સિલ્વર મેડલ મેળવ્યા છે.
આ પણ વાંચો: ગણેશ ભક્તની અનોખી ભક્તિ;54 વર્ષથી સ્થાપના કરેલી પ્રતિમાનું નથી કર્યું વિસર્જન; રોચક છે માન્યતા
જેને ખુબજ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું કહી શકાય છે.ધ્રુવે રમેલી તમામ મેચોમાંઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પોતાની મહેનતને સાબિત કરી બતાવ્યું છે.તે આજ સુધી એક પણ મેચ હાર્યો નથી અને ભવિષ્યમાં પણ આજ રીતે પ્રદર્શન કરતો રહે તેવી ન્યૂઝ 18 લોકલ ટીમ શુભકામના પાઠવે છે.ધ્રુવ અત્યાર સુધીમાં નવસારી, સુરત, અમદાવાદ,વડોદરા, થાણે (મહારાષ્ટ્ર), હેબદાબાદ, પુણે, કોલકાતા ખાતે યોજાયેલી સ્પર્ધામાં ભાગ લઈ ચુક્યો છે, ધ્રુવ 13 વર્ષની ઉંમરમાં અત્યાર સુધી કુલ 36 સ્પર્ધા માં ભાગ લઇને વલસાડ શહેર અને પરિવારનુંનામ રોશન કર્યું છે
તમારા શહેરમાંથી (વલસાડ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Boxing, Gold Medal, India Sports, Valsad