વલસાડ શહેરના સિટી પેલેસ વિસ્તારમાં રહેતા ડોક્ટર નયનાબેન દેસાઈ પોતે વલસાડની એક સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરી ચૂક્યા છે. દર વર્ષે પોતાના ઘરે શ્રીજીની પ્રતિમાનું સ્થાપના કરે છે.દર વર્ષે વિસર્જન વખતે કંઈક એવું બને છે કે વિસર્જન કરવાનું ટાળવું પડે છે. નવી મૂર્તિની સ્થાપવા ન કરવાનોનિર્ણય લીધો ત્યારે એક પારસી મિત્ર મૂર્તિ લાવ્યા અને તેની સ્થાપના કરવીપડી હતી. નિવૃત્ત શિક્ષિકા ડોક્ટર નયનાબેન દેસાઈને ભગવાન ગણેશજીપ્રત્યેઅનોખી શ્રદ્ધા છે.તેઓ છેલ્લા 54 વર્ષથી ભગવાન ગણેશની સ્થાપના તો કરે છે પણ તેઓનું વિસર્જન કરતા નથી.જ્યારે જ્યારે તેઓએ સ્થાપના બાદ વિસર્જન કરવાની તૈયારી કરી છે ત્યારે ત્યારે તેઓેનેઅલૌકિક અનુભૂતિ થતા આ અનાવીલ કુટુંબમાં ગણેશ વિસર્જન થઈ શક્યું નથી.
વલસાડ શહેરના તિથલ રોડ ક્રોસલેન સ્વર્ગાશ્રમ મંદિરની સામે રહેતા શિક્ષક દંપતિ નયના અમૃતભાઈ દેસાઈ એમ.એ.બી.એડ.એમ.ફિલ.,પીએચ.ડી. અને હિન્દી વિરાશાદ જેવી ડિગ્રીઓ ધારણ કરેલી છે.અને 34 વર્ષ સુધી શિક્ષિકાપદે રહ્યા હતા. અને ભગવાન શ્રીજી પ્રત્યેનો અનોખો પ્રેમ પણ જાળવી રાખ્યો હતો.1970માં તેમના ખોળે પુત્ર પ્રાપ્તિ પછી ગણેશજીને સ્થાપના કરવા પ્રેરણા મળી પણ એ મૂર્તિનું વિસર્જન કર્યું નથી. જોકે ગણેશ મહિમા, શ્રી ગણેશ બાવની, અષ્ટવિનાયક બાવની, રાષ્ટ્રદેવરૂપ શ્રી ગણેશ તથા પંચશ્લોકી ગણેશ પુરાણ, અંતર્વ શિશેષ સંકટ નાથન ગણેશ સ્તોત્ર અને વેછેક્ત શ્રી ગણેશ સત્વનના ગહન અભ્યાસ અને લેખન બાદ ગણેશ મહિમાને સાર્થક કર્યા પછી આ 25 વર્ષ દરમિયાન ઘરમાં સ્થાપના કરવામાં આવેલી મૂર્તિઓનું કરવિસર્જન વાનો નિર્ણય પણ કર્યો પણ કેટલાક યોગા નો યોગ થયેલા અનુભવો જેવા કે 1995 દરમિયાન ગણેશ વિસર્જન કરવાનો નક્કી થયું તે સમય ગણેશજીની ઓડિયો કેસેટના બે ટુકડા થઈ ગયા હતા.ત્યારે ગણેશજીની ઓડિયો કેસેટ ના બે ટુકડા થઈ ગયા હતા, વિસર્જન નો સમાન મુકેલો એમનો એમ જ વેર વિખેર થઈ ગયો એ બાદ અન્ય મૂર્તિ ન લાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે એક પારસી મિત્ર પંચધાતુની મૂર્તિ લઈને આવ્યા અને સ્થાપના કરવી પડી હતી.
આ પણ વાંચો: જૂનાથાણામાં વિધ્નહર્તા ગણેશજીનું છે ઐતિહાસિક મંદિર; 361 વર્ષ પૂર્વે આ રાજાએ કરી હતી સ્થાપના
ડોક્ટર નયનાબેન પાસે જાવા,જાપાન,ચીન, તુર્કિસ્તાન જેવા ઘણા દેશોના ગણપતિના ફોટાઓનો સંગ્રહ પણ છે અને અતિ દુર્લભ ગણાતા એવા પથ્થરમાંથી બનેલ ગણેશ મૂર્તિઓ પણ છે સૌથી નાનામાં નાની મૂર્તિ છીપ માંથી બનાવવામાં આવી છે સાથે સાથે અનાજ કઠોળની મૂર્તિ, પંચધાતુની મૂર્તિ, આરસના પથ્થરમાંથી બનાવેલ મૂર્તિ, નીલમણિના પથ્થર માંથી બનાવેલ મૂર્તિ, સોના ચાંદીના ગણેશજીની મૂર્તિઓ સહિત અન્ય ગણેશજીની મૂર્તિઓ છે. ડોક્ટર નયનાબેન દેસાઈ વધુમાં જણાવ્યું હતું કે આ તમામ મૂર્તિઓ અમે લાવ્યા નથી પરંતુ ગણેશજીની ઈચ્છાથી જ આ મૂર્તિઓ અમારે ત્યાં આવી છે. ગણેશજીની મૂર્તિની સ્થાપના કર્યા બાદ ગણેશજી જ વિસર્જન થવાની ઈચ્છા ન હોઈ એ માટે વિસર્જન કરાતું નથી.
તમારા શહેરમાંથી (વલસાડ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર