વલસાડ શહેર ના તૌફીકભાઈ મંસૂર MTC(માસુમ તાજીયા કમિટી) ગ્રુપ ચલાવવામાં આવી રહ્યું છે જેમાં મુસ્લિમ ભાઈઓ તો છે જ પરંતુ હિન્દૂ ભાઈઓ પણ જોડાયેલા છે. તૌફીક ભાઈ જયારે સ્કૂલ સમયમાં ભણતા હતા ત્યારે તેમના ઘણા મિત્રોંહિન્દુ હતા અને ત્યારથી જ જન્માષ્ટમી હોઈ કે ઈદ, નવરાત્રી હોઈ કે મોહરમ, ગણેશ ચતુર્થી હોઈ કે રમઝાન મહિનો તૌફીક ભાઈ તથા તેમના mtc ગ્રુપના મેમ્બરો હાલર ખાતે આવેલા મિલર મિત્ર મંડળ સાથે હળી મળી ને પર્વની ઉજવણી કરે છે.
વલસાડ નગરપાલિકાના સભ્ય ભરતભાઈ દ્વારા હાલર સ્થિત મિલર મિત્ર મંડળના પંડાલ ખાતે ગણપતિજીની સ્થાપના છેલ્લા 20 વર્ષથી કરવામાં આવે છે, જ્યાં હિન્દુ અને મુસ્લિમો સાથે મળીને ગણેશોત્સવ ઉજવે છે. અહીં હિન્દુ અને મુસ્લિમો સાથે મળીને ગણપતિ બાપ્પાની આરતી ઉતારે છે. હિન્દુ આરતી ઉતારે તો મુસ્લિમ બાપ્પાનો શંખનાદ ફૂંકે છે.
આ પણ વાંચો: રેલવે ટ્રેક પાસેથી મળેલા બાળકનું ભાગ્ય બદલાયું; રાજકોટના દંપતિએ બાળકને દત્તક લીધો
છેલ્લા 20 વર્ષથી અહીં દર વર્ષે ગણોશોત્સવની હિંદુ મુસ્લિમ સમાજના લોકો હળી-મળીને ઉજવણી કરે છે. વલસાડ ના ઇસ્ટ રેલવે યાર્ડ ખાતે રહેતા તૌફીકભાઈના MTC ગ્રુપના તૌફીક મંસૂર,સોયેબ મંસૂર, કાદિર મંસૂર,શાહરુખ મંસૂર,સાજીદ સૈયદ ,આસિફ મંસૂર, અજરૂદીન શેખ દ્વારા ગણપતિની સ્થાપના કરી શાંતિપૂર્ણ માહોલમાં પર્વની ઉજવણી કરતા હોઈ છે.આ પ્રકરાની શહેરમાં રોમી એખાલસનું છેલ્લા 20 વર્ષથી ઉધારણ પૂરૂ પાડતા આવ્યા છે.જેને લોકો બિરદાવી રહ્યા છે.
તમારા શહેરમાંથી (વલસાડ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર