valsad: ધરમપુરથી 35 કિમિ દૂર ઊંડાણના ગામમાં આવેલ જાગીરીમાં આનાથ બાળકો માટે અંગ્રેજી મધ્યમનું શિક્ષણ આપતા હેમ આશ્રમ દ્વારા 47 વિધવા મહિલાઓ આત્મનિર્ભર બનાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેમજ સ્થાનિક સંસ્કૃતિનો વારસો જાળવી રાખવા અને સ્થાનિક લોકોને ગામમાં જ રોજગારી મળે એવા હેતુ હેમ ક્રાફટનો પ્રારંભ કરવામાં આવ્યું હતો.
કોરોના કાળથી પાપા પગલી ભરતા આજે 3 વર્ષ થી હેમ ક્રાફટને થયા છે. અહીં હાથ બનાવટ યુઝેબલ સાડીમાંથી હેનડીક્રાફટ વર્ક, હમ્પી બેગ્સ,વારલી પેઇન્ટિંગ સહિતની ચીજો બનાવી વેચાણ કરવામાં આવે છે. આ આવકમાંથી વિધવા બહેનો અને અનાથ બાળકોના અભ્યાસઅર્થે ઉપયોગમાં લેવામાં આવે છે.

સંસ્કૃતિનો વારસો જાળવવા ઉત્તમ પ્રયાસ

ધરમપુરથી 35 કિમિ ઊંડાણમાં આવેલ જાગીરી ખાતે આદિવાસી સમાજના બાળકો અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ અર્થે હેમ આશ્રમનો પ્રારંભ કરવામાં આવ્યો. અહીં અનાથ બાળકો અને વિધવાના બાળકો પણ અભ્યાસ કરે છે.

WhatsApp Image 2022 11 21 at 18.08.14 1

અહીં અભ્યાસ કરતા બાળકો માટે સંચાલકોને દાતાઓ તરફથી સહયોગ મળતો હતો, પરંતુ તે પૂરતો ન હોય તેમના દ્વારા સ્થાનિક કક્ષાએ લોકોમાં રહેલ સંસ્કૃતિનો વારસો જળવાય અને તેમની કલા વિશ્વસ્તરે ફેલાય એવા હેતુથી કલા,સંસ્કૃતિ, રોજગાર ત્રણેનો સુગમ સમન્વય સાથે હેમ ક્રાફટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

WhatsApp Image 2022 11 21 at 18.08.15 1

ઇકો ફ્રેન્ડલી હેન્ડમેડ ક્રાફ્ટ (કાથા સ્ટીચ)

મહિલાઓ કેટલાક સમય ઉપયોગમાં લીધા બાદ સાડીઓ પરત કરી દેતી હોય છે, આવી વિવિધ યુઝેબલ સાડીમાંથી વિશેષ હેન્ડમેડ કાપડ, સાલ, ડ્રેસ મટીરીયલ, દુપટ્ટા સહિત અનેક ચીજો બનાવવાના આવે છે.

WhatsApp Image 2022 11 21 at 18.08.16

વારલી પેઇન્ટિંગ

આદિવાસી જાતિ વારલી સમાજના લોકો માટે ઉત્સવો,રહેણી કરણી, પ્રસંગોને ચિત્રોમાં ઉતારવાની કળા એટલે વારલી આર્ટ જેને વધુ પ્રોત્સાહન મળે અને ગ્રામીણ કક્ષાએથી આ કળા વિશ્વ સ્તરે જાય તે માટે તેની પણ કામગીરી શરૂ કરવામાં આવી છે.

હમ્પી મેડ બેગ્સ

ઉત્તરાખંડ અને ઉત્તર ભારત વિસ્તારમાં મળતી હમ્પી (વનસ્પતિ) જે ઇકો ફ્રેન્ડલી છે, સોલ્ડર બેગ ઇકોફ્રેન્ડલી,લેપટોપ બેગ, વિધાર્થીઓ માટેની બેગ વગેરે બનાવવામાં આવે છે.

વાંસની બનાવટની ચીજો

ધરમપુર ડાંગના ગ્રામીણ કક્ષાએ વાંસમાંથી અનેક કલાત્મક ચીજો બનાવવામાં આવે છે,જેને વધુ પ્રોત્સાહન મળે તેવા હેતુથી ગ્રામીણ કક્ષાના કારોગરોને રોજી મળે તેમજ તેમની કલાત્મક ચીજો શહેરોમાં વેચાણ થાયએ માટેનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વાસની બનાવટની ટ્રે, કિચેઇન,મહિલાઓ માટે એરિંગ, વાસની બનાવટના રમકડાં સાથે સાથે થર્મોસ, વોટર બોટલ, ડિટેક્સ વોટર બોટલ, ગ્રીન ટી બોટલ,

WhatsApp Image 2022 11 21 at 18.08.13

આગામી દિવસમાં રાગી (નાગલી)બનાવટના પાસ્તા નુડલ્સ પણ બનાવવાની યોજના છે.જે રીતે લોકો પોતાની તંદુરસ્તી પ્રત્યે જાગૃત થયા છે.ત્યારે ગ્રામીણ કક્ષાએ ખૂબ આર્યનથી ભરપૂર ધાન્ય ગણવામાં આવતા રાગીમાંથી પણ વિવિધ ખાદ્ય પ્રોડક્ટ બનાવવાનું ભવિષ્યમાં પ્લાન હોવાનું હેમ ક્રાફ્ટના સંચાલન કરતા શીતલબેને જણાવ્યું હતું. જેમાં પાસ્તા નુડલ્સ ,તેમજ સ્થાનિક અથાણા પણ બનાવીને વેચાણ અર્થે મુકવામાં આવશે શીતલ ગાડર અને બાબલ ગાડર દ્વારા શરૂ કરવામાં આવેલ શિક્ષણ યજ્ઞની સાથે આત્મનિર્ભર અને ઘર આંગણે વિધવા મહિલાને પગભર કરવાનો શ્રમયજ્ઞ હેમ ક્રાફટનો પ્રારંભ કરવામાં આવ્યો છે

તમારા શહેરમાંથી (વલસાડ)

Published by:Santosh Kanojiya
First published:

Tags: Local 18, Valsad, Women Empowerment

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here