Akshay kadam, Valsad: દેશ વિદેશમાં આપડે અનેક પ્રકારના લોકો જોયા છે જેઓને વિવિધ પ્રકારની વસ્તુઓનો સંગ્રહ કરવાનું ખુબજ પસંદ હોય છે.તેઓ જેમ કે ઐતિહાસિક વસ્તુઓ,સિક્કાઓ,સ્ટેમ્પ, વગેરેનો સંગ્રહ કરતા હોય છે.પરંતું શું તમે કોઈ દિવસ એવા શોખ જોયો છે ખરી કે કોઈ મેચ બોક્સનું સંગ્રહ કરતું હોય નહી ને તો આજે અમે આપને એક એવા વ્યક્તિના સંગ્રહ વિશે વાત કરીશું જેણે માચીસના વિવિધ બોકસનું સંગ્રહ કરવાનો અનેરો શોખ છે.વલસાડના તેઓ માચીસ મેન તરીકે પણ ઓડખાય છે.વાત છે વલસાજમાંહાલર વિસ્તારમાં રહેતા સમિર આર્યનની જેઓએ અત્યાર સુધી દેશ વિદેશ સહિત 15000થી વધુ મેચ બોક્સનું કલેક્સન કર્યું છે.

વલસાડના માચીસ મેન સમીર આર્યન ને, જેને દેશ વિદેશની માંચીસો તથા માચીસના બોક્સ ભેગાં કરવાનો અનોખો શોખ છેતમને સ્ટેમ્પ કલેકશન,ચલણી નોટો કે સિક્કાનું કલેકશન વગેરેનો શોખ ધરાવતા અનેક લોકો મળી આવશે, પરંતુ માચીસ અને માચીસના બોક્સ અલાયદી વસ્તુનું કલેકશન કરનારા ગુજરાતમાં પણ જૂજ વ્યક્તિ મળશે.આવું જ કઈ અલાયદું કરવાની નેમ વલસાડના સમીર આર્યને ચડી અને 15,000 થી વધુ માચીસ બોક્સનો કલેક્શન કરી નાખ્યો જેની નોંધ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડએ લીઈતેમનું નામ રેકોર્ડ કરનાર તરીકે નોંધ્યુંછે.

વલસાડના હાલર વિસ્તારમાં રહેતા અને વાપીનીઅગ્રગણ્ય કંપનીમાં નોકરી કરતા સમીર આર્યને પહેલેથી જ ચલણી સિક્કા ચલણી નોટ તેમજ અવનવી ચીજ વસ્તુઓ એકત્ર કરવાનો શોખ હતો, 2019 ના મેં-જૂન મહિનામાં તેમણે માચીસના બોક્સના કલેક્શન કરવાનું ઘેલું ચડ્યું અને તેની શરૂઆત કરી સૌ પહેલા વલસાડ માંથી માચીસના વિવિધ બોક્સ એકત્ર કર્યા ત્યારબાદ ગુજરાતના અન્ય શહેરના અને પછી ભારત દેશના અન્ય રાજ્યોમાંથી બોક્સનો કલેક્શન કરવાનું શરૂ કર્યું. માચીસના બોક્સ કલેક્શન માટે તેઓ સોશિયલ મીડિયાના ગ્રુપમાં જોડાયા અને તેના થકી તેમનો આ કલેકશન વધતું ગયું, તેમના આ શોખની જાણ વિદેશમાં રહેતા તેમના સગા સંબંધીઓને તથા તેમના મિત્રોને થતા તેઓએ પણ વિદેશથી અવનવી પ્રકારના માચીસના બોક્સ તેમને મોકલતા અને તેમનું કલેક્શન 15000 ને પાર થઈ ગયું.

આ પણ વાંચો: ધ્રુવ પટેલે 13 વર્ષની ઉંમરે કિક બોક્સિંગમાં જીત્યા છે 30 ગોલ્ડ સહિત 6 સિલ્વર મેડલ; જુઓ વીડિયો

માચીસની 150થી વધુ થીમ ઉપર સમીરભાઈ આર્યન કામ કરી રહ્યા છે જેવી કે માય ઇન્ડિયા, ભગવાન, પ્રાણી પક્ષીઓ, ટ્રાન્સપોર્ટેશન, એડવર્ટાઈઝમેન્ટ, ન્યુઝ રિલેટેડ, સોશિયલ મીડિયા રિલેટેડ, કલેકટર પેક( જે 1930 માં ફક્ત કલેક્ટરો માટે જ બનાવવામાં આવી હતી), ચિલ્ડ્રન, રાજા મહારાજા, બોલીવુડ, ફિલ્મ પિચરના નામ ઉપર, ક્રિકેટર ના નામ ઉપર અને કોલડ્રિક્સ ની છાપ સાથેના માચીસના બોક્સ તેમણે ભેગા કર્યા છે.સચિનભાઈ આર્યને ઇન્ડિયાની બહાર જે દેશમાં માચીસ બનાવવાની શરૂઆત થઈ હતી તેવા દેશો જેવા કે સાઉથ આફ્રિકા, અમેરિકા, જાપાન, યુ.કે.ચિકોલાવ્યાની પણ માચીસો તથા માચીસના બોક્સો ભેગા કર્યા છે.

સમીરભાઈ આર્યને માચીસને સંબંધિત લાઇટર, રમવાના પાના, પેન, પેન્સિલ, રબર, કેલ્ક્યુલેટર, નેલ ફાઇલર, ચશ્મા, મીણબત્તી, સેલોટેપ, રૂમાલ, કાનની બુટ્ટી, ગળાનું પેન્ડલ, હાથ રૂમાલ, ડાયરી, નોટપેડ, પઝલ ગેમ, એસ ટ્રે, સી.ડી કવર, ડીઝીટલ પેન, 1952 ના પોસ્ટ કાર્ડ ઉપર માચીસ ની ડિઝાઇન, કાર (યુ.કે માં બનાવેલ Day’s gone દિવસો ગયા 1800 ની સાલ માં દિવસો ગયા ના થીમ ઉપર કાર અને બસ ઉપર માચીસ ની જાહેરાત છાપવામાં આવી હતી જેના હુબેહૂબ મીનેચર) નું કલેકશન વગેરે જમા કર્યું છે.માચીસની વેરાયટીની વાત કરીયે તો પ્લાસ્ટિકના માચીસ બોક્સ,લાકડાના માચીસ બોક્સ, કોઠાના માચીસ બોક્સ, મેચ બુક, માચીસના હાથ પંખા, માચીસની અલગ અલગ થેલીઓ પણ તેમણે જમા કરી છે. જે બધી વસ્તુને ધ્યાને રાખી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ માં એમનું નામ નોંધવામાં આવ્યું છે.

તમારા શહેરમાંથી (વલસાડ)

Published by:Santosh Kanojiya

First published:

Tags: India Book of Record, Records, Valsad

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here