Valsad: ભારત દેશ એક કૃષિપ્રધાન દેશ છે અને ભારત દેશમાં વસતા લોકો તેમના વિસ્તાર પ્રમાણે અવનવી ખેતી કરતા હોય છે. કોઈ શાક ભાજીની ખેતી કરતું હોય છે, તો કોઈ ફળોની ખેતી કરે છે, ત્યારે વલસાડ શહેરમાં વસતા ટંડેલ સમાજ દ્વારા ઝીંગાના તળાવો કરી ઝીંગાની ખેતી કરે છે.

ઝીંગાની ખેતી કરવા માટે સૌ પ્રથમ જમીનમાં તળાવ બનાવવામાં આવે છે.બાદ તળાવમાં દરિયાનું પાણી ભરવામાં આવે છે. પાણી ભરીને બ્લીચિંગ કરવામાં આવે છે ખેતી કરતા ઝીંગા વેનામી અને ટાઇગર એમ બે પ્રકારના હોય છે. તળાવમાં ઝીંગાના બચ્ચા (લાર્વા) છોડવામાં આવે છે.

ઉછેરવામાં આવતી જાતો

ઝીંગા અને પ્રોનની ઘણી જાતો છે,પરંતુ મોટું કદ ધરાવતી હોય તેવી જાતોનો વાસ્તવમાં ઉછેર થાય છે. ઘણી જાતિ ઉછેર માટે યોગ્ય નથી. તે નફો ન થઈ શકે તેટલી નાની છે અથવા એક જગ્યાએ તેમને એકઠા કરવામાં આવે ત્યારે તેમનો વિકાસ બંધ થઈ જાય છે અથવા રોગાચાળાનો શિકાર બની જાય છે.

પેસિફિક વ્હાઇટ ઝીંગા:લિટોપિનીયસ વેનામેઇ , વ્હાઇટલેગ શ્રિમ્પ’ તરીકે પણ ઓળખાય છે.પશ્ચિમના દેશોમાં ઉછેરવામાં આવતી મુખ્ય જાત છે. મેક્સિકોથી પેરુ સુધીના પેસિફિક દરિયાકાંઠાની આ મૂળ જાતિ 23 સેન્ટીમીટર સુધી વિકાસ પામે છે. લેટિન અમેરિકામાં કુલ ઉત્પાદનમાંથી 95 ટકા ઉત્પાદન એલ વેનામેઇ જાતિના ઝીંગાનું થાય છે. તેને બંધિયાર જગ્યામાં ઉછેરવાનું સરળ છે, પરંતુ ટૌરા નામના રોગચાળાનો ઝડપથી શિકાર બની જાય છે.

વિશાળ ટાઇગર પ્રોન ઝીંગા :પી. મોનોડોન , ‘બ્લેક ટાઇગર શ્રિમ્પ’ તરીકે પણ ઓળખાય છે.જાપાનથી લઇને ઓસ્ટ્રેલિયા સુધી હિન્દ મહાસાગર અને પેસિફિક સમુદ્રમાં જોવા મળે છે. ઉછેરવામાં આવતી તમામ જાતોમાં સૌથી મોટું કદ ધરાવતી આ પ્રજાતિ 36 સેન્ટીમીટરની લંબાઈ સુધી વધે છે અને તેનો ઉછેર એશિયામાં કરવામાં આવે છે. વ્હાટસ્પોટ નામના રોગચાળાનો શિકાર બનતી હોવાથી અને બંધિયાર જગ્યામાં ઉછેરવામાં મુશ્કેલી હોવાથી આ જાતિની જગ્યાએ 2001થી એલ વેનામેઇ જાતિનો ઉછેર કરવામાં આવે છે

તળાવ દીઠ કેટલા પ્રોન છે?

તળાવ મીટર લાંબો, મીટર પહોળો અને બે ફુટ ઊંડો હોય તો તમે તેમાં ઓછામાં ઓછા પ્રોન મૂકી શકો છો. તેમની તંદુરસ્ત વૃદ્ધિ માટે તેમને દિવસમાં બેથી ત્રણ વખત ખવડાવો. સ્થિર ઓક્સિજનનું સ્તર અને યોગ્ય આહાર પણ મુખ્ય પરિબળો છે, વધુ સારા ઉત્પાદન માટે ઝીંગાની વૃદ્ધિમાં વધારો કરે છે. તળાવમાં ઓક્સિજનનું સ્તર જાળવો અને વધુ ઉપજ મેળવવા માટે નિયમિત તપાસ કરવી જરૂરી છે.

ઝીંગા રોગો અને તેમની સારવાર

અન્ય કૃષિ વ્યવસાયોની જેમ ઝીંગા ઉછેરના વ્યવસાયમાં પણ રોગો છે. સામાન્ય રોગોમાં વ્હાઇટ સ્પોટ સિન્ડ્રોમ વાયરસ (ડબ્લ્યુએસએસવી), યલોહેડ ડિસીઝ વાયરસ (વાઇએચડીવી), તોરા સિન્ડ્રોમ વાયરસ (ટીએસવી), ચેપી હાયપોડર્મલ અને હિમેટોપઇટીક નેક્રોસિસ વાયરસ (આઇએચએનવી) અને વિબ્રિઓ હાર્વે થાય છે. વાણિજ્યિક પ્રોન ફાર્મ,ઉપજ મેળવવા અને પ્રોનની ગુણવત્તા જાળવવા માટે, તળાવને આ મુશ્કેલીકારક રોગોથી બચાવવું જરૂરી છે. જો કે પાણીની ગુણવત્તા જાળવીને આ તમામ અવલોકન કરેલ રોગોને રોકી શકાય છે.

ખર્ચો અને આવક

એક હેક્ટર તળાવમાં ઝીંગા ઉછેરવાની વાત કરીયે તો રિપેર કરવાનો ખર્ચો 30 થી 40 હાજર થાય છે અને ઝીંગા (લાર્વા) 1 લાખ રૂપિયાના અને દવાનો ખર્ચ 40,000થી 50,000 અને ફીડ 4 ટન જેટલુ ખર્ચો કરીયે તો 25 થી 30 % નફો મળે મળી રહ્યો છે

તમારા શહેરમાંથી (વલસાડ)

Published by:Santosh Kanojiya
First published:

Tags: Farmer in Gujarat, Local 18, Valsad

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here