Nidhi Dave, Vadodara: ગણેશ ઉત્સવનો પવિત્ર તહેવાર શરૂ થયો છે. તો એવામાં ખાસ ગણેશ ભક્તો પોતાના ઘરે બાપ્પાની સ્થાપના કરતા હોય છે. તદુપરાંત શહેરમાં મોટા મોટા પંડાલોમાં ગણેશજીને બિરાજમાન કરવામાં આવતા હોય છે. પરંપરા અનુસાર ગણેશ ચતુર્થીના દિવસે બાપ્પાની સ્થાપના કર્યા બાદ એમનું વિધિસર રીતે વિસર્જન પણ કરવામાં આવતું હોય છે. પરંતુ વડોદરા શહેરના ગણેશ ભક્ત જય મકવાણા છેલ્લા આઠ વર્ષથી ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરતા નથી.

શ્રીજી ભક્ત જય મકવાણા વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારના રહેવાસી છે. જેઓ તમામ તહેવારોની ઉજવણી કરતા આવ્યા છે એ પછી જગન્નાથજીની યાત્રા હોય કે કૃષ્ણ જન્મ હોય, તમામ હિન્દુ તહેવારોને વિધિવત અને પરંપરા અનુસાર ઉજવતા આવ્યા છે. ખાસ જો ગણેશ ચતુર્થીની વાત કરીએ તો શ્રીજી ભક્ત જય, જ્યારે ત્રણ વર્ષના હતા ત્યારથી ગણેશજીની સ્થાપના કરી, ધામધૂમથી ઉજવણી પણ કરે છે.

શ્રીજી ભક્ત જય મકવાણા એ જણાવ્યું કે, આજથી 131 વર્ષ પહેલા એટલે કે ઈ.સ. 1892માં લોક માન્ય ટિળકે પુણેમાં ગણેશોત્સવને સાર્વજનિક રીતે ઉજવવાનું નક્કી કર્યું હતું. જેમાં પર્યાવરણને નુકસાન ન થાય અને મૂર્તિકારોને રોજીરોટી મળી રહે તે રીતે ગણેશોત્સવ ઉજવવાનો નિયમ આજે પણ જળવાઈ રહ્યો છે. જેમાં મારો પરિવાર છેલ્લા 8 વર્ષથી શ્રીજીની મૂર્તિનું વિસર્જન કરતા નથી. અને આ નવમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે.

આ પણ વાંચો: મુખ્ય નિકાસ હબ તરીકે વિકસતા વડોદરાએ છેલ્લા નાણાકીય વર્ષમાં રૂ. 34 હજાર કરોડની નિકાસ નોંધાવી

વધુમાં જણાવ્યું કે, લોકમાન્ય ટિળકે જ્યારે ગણેશોત્સવની શરુઆત કરી ત્યારે પૂનામાં પાંચથી છ મંડળો હતા. જેમાનું એક દગડુશેઠ હલવાઈના ગણપતિનું આયોજક મંડળ હતું. દગડુશેઠને સ્વપ્નમાં જે ગણેશજીનું સ્વરુપ દેખાયું તે જ પ્રકારના ગણપતિની માટીમાંથી બનવવામાં આવી હતી. જે આજે ‘ શ્રીમંત દગડુશેઠ હલવાઈ ગણપતિ મૂર્તિ’ ના નામથી પ્રસિધ્ધ છે. આ મૂર્તિનું 131 વર્ષમાં માત્ર એક જ વાર તેનું વિસર્જન કરાયું છે. જો કે વિસર્જન બાદ તે જ માટીમાંથી એ જ સ્વરુપના ફરી ગણપતિ બનાવવામાં આવ્યા હતા. દર વર્ષે અહીં સાર્વજનિક ઉત્સવ દરમિયાન નાની સ્થાપના મૂર્તિનું જ વિસર્જન કરાય છે. જ્યારે મુખ્ય મૂર્તિનું પુનઃ નિજમંદિરમાં સ્થાપના કરી પૂજા પાઠ થાય છે.

તેવી જ રીતે હું પણ છેલ્લા 8 વર્ષથી બાપ્પાની મુખ્ય મૂર્તિનું વિસર્જન કરતો નથી. સ્થાપના માટે કોઈપણ પ્રકારના રંગ વગરની બાપ્પાની માટીની મૂર્તિ લાવું છું. જેનું દસમાં દિવસે ઘરે જ વિસર્જન કરું છું. ઉપરાંત છેલ્લા 8 વર્ષથી શહેરના વિવિધ મંડળ અને શાળાઓમાં વિનામૂલ્યે ગણેશપુરાણના આધારે ગણેશ કથા ગાવા જઉં છું.

તમારા શહેરમાંથી (વડોદરા)

Published by:Santosh Kanojiya

First published:

Tags: Vadodara, Vadodara City News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here