અંદાજિત 6 કિમીનો આ ટ્રેક જ્યારે પૂરો થવા આવ્યો ત્યારે અચનાક એક પતંગિયું સૌની માથા પર આંટા ફેરા કરવા લાગ્યું. પતંગિયા રસિકો થોડીવાર આ પતંગિયું જોઇ જ રહ્યાં. કેમ કે, તે સામાન્ય રીતે જોવા મળતા પતંગિયાથી અલગ દેખાતું હતુ. આ પછી બારીકાઇથી નિરીક્ષણ કરતા જાણવા મળ્યું કે, આ પતંગિયુ તો રેડ હેલન છે અને તે ગુજરાતમાં અત્યંત દુર્લભ છે અને તરત જ પતંગિયા રસિકોએ તેના ફોટો અને વીડિયા લઇ લીધા અને તેની દસ્તાવેજી નોંધ કરી.
જાણકારાનો જણાવ્યા અનુસાર, અત્યાર સુંધીમાં ગુજરાતમાં માત્ર ચાર વખત જ આ પતંગિયા જોયાની નોંધ છે. સૌથી પહેલા 1957માં ડાંગમાં આ પતંગિયુ જોવા મળ્યાની નોંધ છે.
વ્યારા વન વિભાગનાં નાયબ વન સંરક્ષક આનંદ કુમારે News18ને જણાવ્યું કે, વ્યારાનાં જંગલોમાં જૈવ વિવિધતા ઘણી છે અને જો તેમાં ઉડાંણપૂર્વક સંશોધન કરવામાં આવે તો પ્રજાતિઓની જોવા મળી શકે છે. કેમ કે, વેસ્ટર્ન ઘાટની ઉત્તર તરફનો આ ભાગ છે અને અહીંથી વેસ્ટર્ન ઘાટ શરૂ થાય છે એમ કહી શકાય,”.
“સામાન્ય લોકો પણ આપણા જંગલની વિરાસતને સમજે અને તેને સાચવવામાં મદદરૂપ થાય તે માટે અમે દર વરસે ટ્રેકિંગ ફેસ્ટિવલનું આયોજન કરીએ છીએ. રેડ હેલન પંતગિયુ જોવા મળ્યું તે આ ટ્રેકિંગની જ એક ફલશ્રુતિ છે,” આનંદ કુમારે વધુમાં જણાવ્યું હતું.
આ પહેલા 2020નાં ઓગષ્ટ મહિનામાં ફોરેસ્ટ ઓફિસર રાજદીપસિંહ ઝાલાએ તેમના રાજપીપળા ખાતેને નિવાસ સ્થાને આ રેડ હેલન પતંગિયાને જોયુ હતુ. રાજદીપસિંહ ઝાલા હાલ ગીર (પૂર્વ) વન વિભાગમાં નાયબ વન સંરક્ષક તરીકે ફરજ બજાવે છે અને પતંગિયાના જીવન અને આવા જીવો પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તે માટે વિશેષ રસ દાખવે છે.
આ પણ વાંચો: સુરતની યુવતીએ મંદિરમાં ચડાવેલા ફુલોથી બનાવી અદભુત વસ્તુઓ
રાજપીપળામાં દેખાયેલા રેડ હેલન પતંગિયા વિશે તાજેતરમાં “રિડિસ્કવરી ઓફ રેડ હેલન ઇન ગુજરાત” નામથી સંશોધન નોંધ એક જાણીતી જર્નલમાં પ્રસિદ્ધ થઇ છે. આ નોંધનાં લેખક રાજદીપસિંહ ઝાલા, મિનલ જાની, સુજીત પ્રજાપતિ અને રુચિ દવે છે.
રેડ હેલન આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, ગોવા અને તામિલનાડુમાં જોવા મળે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Forest Department, Tapi