સુરત: શહેરનો ચકચાર મચાવતો કિસ્સો સામે આવ્યો છે. ઉઘનામાં કામ કરતા યુપીના યુવાને ફેસબુક પર સ્યૂસાઇડ નોટ લખીને આપઘાત કરી લીધો હતો. આ આપઘાત પહેલાના પત્રમાં 27 વર્ષીય રોહિત સિંગ, મૃતક યુવાને પોતાની આપવીતી જણાવતા લખ્યુ હતુ કે, મને પત્ની અને સાળાએ મારી નાખવાની ધમકી આપીને ગાયનું માસ ખવડાવી દીધુ હતુ. જેના કારણે હું આ પગલું ભરી રહ્યો છું. આ ઘટના બે મહિના પહેલા બની હતી. મૃતકના ભાઇને વતનના એક મિત્ર દ્વારા આની જાણ થઇ હતી. મૃતકની માતાએ ઉઘના પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ કરી છે. પોલીસે મૃતકની પત્ની સોનમ જાકીર અલી અને તેના ભાઈ મુક્તાર અલી (રહે,પટેલનગર,ઉધના,મૂળ રહે,યુપી) સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે.

મૃતકે પરિવાર સાથે સંબંધ તોડી નાંખ્યો હતો

મૃતક રોહિત સિંગ ઉધના બીઆરસીમાં ડાઇગ મિલમાં નોકરી કરતો તે વખતે મિલમાં નોકરી કરતી સોનમ અલી સાથે પ્રેમ થયો હતો. યુવતી પહેલેથી પરિણીત હતી જેના કારણે યુવાનના પરિવારે તેની સાથે લગ્ન કરવાની ના પાડી હતી. લગ્ન કરે તો અલગ રહેવાની વાત કરી હતી. જેથી રોહિત સિંગ પરિવારને છોડીને સોનમ સાથે રહેતો હતો. જેથી પરિવાર અને યુવાનને કોઇ સંબંધ રહ્યો ન હતો.

પીએમ મોદીએ ભુજમાં 470 એકરમાં પથરાયેલા સ્મૃતિવનનું કર્યું લોકાર્પણ

મકાન માલિક પાસે કરાવ્યા અંતિમ સંસ્કાર

મળતી માહિતી પ્રમાણે, રોહિતસિંગને પત્ની અને સાળા મુક્તાર અલીએ જાનથી મારી નાખવાની ધમકી આપી ગૌ-માંસ ખવડાવી માનસિક ત્રાસ આપતા હતા. જેથી રોહિતસિંગએ 27મી જુને બપોરના સમયે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ અંગેની જાણ પરિવારને કરવામાં આવી ન હતી. તેના અંતિમ સંસ્કાર પણ મકાન માલિક પાસે કરાવી દેવામાં આવ્યા હતા. આ મોતના બે મહિના બાદ પરિવારજનોને સોશિયલ મીડિયાના માધ્યમથી એક મિત્રના મારફતે ભાઈના આપઘાતની ખબર પડી હતી. સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં મૃતકે પોતે લખેલી સ્યૂસાઇડનોટ આધારે પરિવારે મૃતકની પત્ની અને ભાઈ સામે ગુનો નોંધાવ્યો છે. જેથી પોલીસ આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ કરી રહી છે.

ચોર હવે દુકાનમાંથી તેલના ડબ્બાની ઉઠાંતરી કરવા લાગ્યા

આપઘાત પહેલાનાં અંતિમ શબ્દો

ફેસબુકમાં મરતા પહેલા યુવાને સ્યૂસાઇડ નોટ લખી હતી, જેમાં જણાવ્યુ હતુ કે, ‘આજ મે ઈસ દુનિયા કો છોડ કે જા રહા હું, મેરી મોત કા કારણ મેરી બીબી સોનમ ઔર ઉસકા ભાઈ અખ્તર અલી હૈ, મેરે સભી દોસ્તો સે અનુરોધ હૈ, આપ લોગ મુજે ઇનસાફ દિલાના, મુજે જાન સે મારને કી ધમકી દેકર ગૌ-માંસ ખીલાયા ગયા, મેં અબ ઈસ દુનિયા મે જીને કે લાયક નહિ હું, ઈસી લીયે મે આત્મહત્યા કરને જા રહા હું, આપકા અપના રોહિતસિંગ’

તમારા શહેરમાંથી (સુરત)

Published by:Kaushal Pancholi

First published:

Tags: આપઘાત, ક્રાઇમ સમાચાર, ગુજરાત, સુરત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here