કાર્ટના મદદથી સિનિયર સિટીઝન સહેલાઈથી શોપિંગ કરી શકશે
સુરત શહેરના ઉધના પાંડેસરા વિસ્તારમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી 22 વર્ષીય સંગમ મિશ્રા બી.ટેકનો વિદ્યાર્થી છે. જો કે કોઈ કંપનીના એન્જિનિયરોને ન આવે એવો વિચાર તેમને આવ્યો છે અને તેમાંથી તેઓએ સિનિયર સિટીઝન માટે એક ખાસ શોપિંગ કાર્ટ બનાવી છે. આ કાર્ટના કારણે સિનિયર સિટીઝન સહેલાઈથી શોપિંગ કરી શકશે.
સંપૂર્ણ રીતે આ બેટરી ઓપરેટેડ કાર્ટ છે
સંપૂર્ણ રીતે ઈલેક્ટ્રીક એવી આ કાર્ટ આમ તો જોવામાં આ કાર્ટ સામાન્ય કાર્ટ જેવી જ છે પરંતુ એને કાર્ટ કાર કહી શકાય એમ છે. જે સિનિયર સિટીઝન સારી રીતે ચાલી શકતા નથી અને મોલમાં તેઓ વજનદાર વસ્તુ પણ ખેંચીને લાવી શકતા નથી તેવા સિનિયર સિટીઝન કાર્ટ કાર પર બેસીને કોઈપણ શોપિંગ મોલમાં સહેલાઈથી શોપિંગ કરી શકશે.
સરખું ચાલી ન શકતા વૃદ્ધને જોઈ સંગમને આ વિચાર આવ્યો
સંગમ મિશ્રા એક વખત શોપિંગ કરવા માટે ગયા હતા ત્યારે તેમણે એક સિનિયર સિટીઝનને જોયા હતા જે શોપિંગ કાર્ટને ધક્કો મારીને લઈ જઈ રહ્યા હતા. તેઓ પોતે સારી રીતે ચાલી નતા શકતા અને શોપિંગ કરવામાં તેમને તકલીફ થઈ રહી હતી. માત્ર આજ ઘટના નઈ પરંતુ જાહેર રસ્તા પર જે વૃદ્ધ કોઈક ને કોઈક વસ્તુઓનું વેચાણ કરે છે, એ તમામ લોકોને જોઈ સંગમને વિચાર આવ્યો હતો કે મલ્ટિપલ યુઝ માટે એક કાર્ટ બનાવવું જોઈએ.
આ કાર્ટ 200 કિલોગ્રામ લોડ લેવામાં સક્ષમ
આ અંગે સંગમ મિશ્રાએ જણાવ્યું હતું કે, તેઓ બી.ટેકના ત્રીજા વર્ષમાં ભણી રહ્યો છે. કેટલાક સિનિયર સિટીઝનને ઘૂંટણમાં દર્દ પણ હોય છે ત્યારે અમે કાર્ટ એવી રીતે બનાવ્યું છે કે જેથી તેઓ બેસીને ચલાવી શકે અને શોપિંગ પણ કરી શકે. આ ડિઝાઇન કરવા પહેલા અમે મોલ ગયા હતા અને આ કાર્ટ જેવી કાર્ટના સાઈઝની અમે તમામ ડિટેલ લીધી હતી. આ સંપૂર્ણ રીતે કસ્ટમાઈઝ કાર્ટ છે અને આ કોઈપણ મોલમાં વાપરી શકાય છે. આ સંપૂર્ણ રીતે બેટરી ઓપરેટેડ કાર્ટ છે અને ઈલેક્ટ્રીસીટીથી ચાલે છે. આ કાર્ટ 200 કિલોગ્રામ લોડ હેન્ડલ કરી શકે છે.
તમારા શહેરમાંથી (સુરત)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર