Surat: ડાંગનો ડુંગર વિસ્તાર અવનવી ઔષધિઓ, વનસ્પતિઓ અને જડીબુટ્ટીઓનો ખજાનો ધરાવે છે અને આ વિસ્તારોના આદિવાસીઓ હજી પણ પોતાની સંસ્કૃતિને જીવંત રાખીને આગળ વધી રહ્યા છે. જેમાંથી એક છે વૈદુ ભગત. ભલભલા રોગોને ઔષધિથી મટાડવાનું કામ વૈદુ ભગત કરે છે અને હાલસુરતમાં આદિવાસી પરંપરાગત વૈદુ ભગત દ્વારા વૈદુ તથા ઔષધિય વનસ્પતિ પ્રદર્શન અને ઉપચાર મેળો શરૂ થયો છે. જેમાં 700 થી વધુ જાતની ઔષધીઓ જોવા મળી રહી છે.

આ મેળામાં આદિવાસી વિસ્તારમાં રહેતા 350 વૈદુ ભગતોએ ભાગ લીધો છે. જેમાં વૈદુ ભગત દ્વારા પેરાલીસીસ, ડાયાબીટીસ, વંધ્યત્વ, ચામડીના રોગો, ઘુંટણ, મણકા, કિડનીના રોગો, થાયરોઇડ, ગેસ, કબજીયાત, સ્થુળતા, એસીડીટી, પાચનતંત્રના રોગ, વાળની સમસ્યા, સફેદ પાણી પડવું, માસીકની અનિયમિતતાની સારવાર જેવા દરેક રોગોનો ઉપચાર માત્ર પ્રાકૃતિક એટલે કે આયુર્વેદિક વનસ્પતિઓનો ઉપયોગ કરીને જ કરવામાં આવી રહ્યો છે.

surat danga1

દુર્લભ વનસ્પતિઓ અને ઔષધિઓ પણ છે
પ્રદર્શનમાં વિવિધ રોગોના ઉપચાર માટે જરૂરી માલકાંગણી, સફેદ મુસળી, આર્યોકંદ, જંગલી બટાટા, રગત રોયડો, અર્જુનસાદડ, પાદળની છાલ, ટેટુની છાલ, કેસુડો, સાપુઆંબા, લોખંડી, ડવલા, મોખા, જંગલી સરગવો, શતાવરી, ઉમરો, વડ, કરીયાતું, કાકા કેરીયો, બ્રાહ્મી, અક્કલગરો, ચણોઠી, કાચકી વગેરે ઔષધી તો છે જ પરંતુ સાથે સાથે દુર્લભ રીતે જોવા મળતી વનસ્પતિઓ પણ છે. દુર્લભ કહેવાતી કે ખાસ પારખી નજર રાખીને શોધવી પડે છે તેવી વનસ્પતિ પણ જોવા મળી રહી છે. જેમાં દૂધીહલુંદા, સાલમ, હરેકાંદ, જંગલી આદુ, છાલય જેવી ઔષધીઓનો સમાવેશ થાય છે.

દુર્લભ ઔષધી અને તેના ફાયદા
દૂધીહલુંદા : આ વનસ્પતિ ખાસ કરીને ડાંગના ઊંચા જંગલોમાં જોવા મળે છે. શરીરમાં તે ઠંડક આપવામાં કારગર સાબિત થાય છે. જેને લઈને ખાસ કરીને જેમને બાળક ન થતા હોઈ તેમને બાળક પ્રાપ્તિ માટે આ ઔષધિનું સેવન કરવાનું કહેવામાં આવે છે. પાઉડર બનાવી પાણીની સાથે નિયમિત લેવાથી ફાયાકારક રહે છે.

સાલમ : આ એક પ્રકારે વનસ્પતિના થડની છાલ હોય છે. ખાસ કરીને વાયુ જન્ય રોગો અને કેન્સરની ગાંઠ માટે તેનો મહત્તમ ઉપયોગ થાય છે. વા, સંધિવા, મણકાના દુ:ખાવાને પણ આ ઔષધિ થી મહાત આપી શકાય છે . કેન્સરની ગાંઠ માટે પાઉડર, ઉકાળીને પીવાથી રાહત થાય છે. દરેક ઋતુમાં મળી રહે છે. અગત્યની વાત એ છે કે તેનું સફેદ ઝાડ હોવાથી તેને દૂર થી પણ ઓળખવામાં સરળતા રહે છે.

હરેકાંદ : આ વનસ્પતિ દેખાવમાં સામાન્ય શહેરમાં જોવા મળતા આદુની ગાંઠ જેવી જ વનસ્પતિ છે અને સમગ્ર વર્ષ દરમિયાન તે માત્ર ચોમાસા દરમિયાન જ ઉગે છે. હરેકાંદનો ઉપયોગ ખાસ કરીને કેન્સરગ્રસ્ત દર્દી માટે કરવામાં આવતો હોય છે.આ ઔષધિ માત્ર અને માત્ર ડુંગરોમાં જ જોવા મળે . તેને શોધવા માટે ડુંગરમાં 20-25 કિલોમીટર ઉપર જવું પડતું હોય છે.

32 વર્ષ થી વૈદુ ભગત તરીકે કામ કરું છું
આ અંગે વૈદુ ભગત 46 વર્ષના સંતુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, હું ધોરણ- 4 પાસ છું. મારા દાદા પાસે થી હું આ કામકાજ શીખ્યો છું અને 32 વર્ષ થી વૈદુ ભગત તરીકે કામ કરું છું. દુર્લભ વનસ્પતિઓમાં હરેકાંદ, સાલમ, દૂધીહલુંદા જેવી ઔષધિઓ પણ અમે લાવ્યા છીએ. જેનો ઉપયોગ અલગ અલગ રોગમાં કરવામાં આવે છે.

તમારા શહેરમાંથી (સુરત)

First published:

Tags: Local 18, Surat news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here