ડાંગની એક સામાજિક સંસ્થાની શાળામાં બાળકોને અનેક પ્રવૃત્તિ કરાવે છે
મૂળ ભાવનગરના વતની એવા ઈલાબેન બાલકૃષ્ણ રાજ્યગુરૂ સુરતના વરાછા વિસ્તારની એક સરકારી શાળામાં પ્રાRમરીની શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. બે વર્ષ પહેલા જ તેઓ ફરજ માંથી નિવૃત્ત થયા હતા. પરંતુ તેમણે નિવૃત્ત જીવન પસંદ કર્યું નથી. હાલ તેઓ ઉમિયા ધામ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શાળાના સંચાલક છે. ઉપરાંત તેઓ ડાંગ જેવા આદિવાસી જિલ્લાના એક સામાજિક સંસ્થાની શાળામાં આવતા ગરીબ અને નિ:સહાય બાળકોને નિ:શુલ્ક શિક્ષણ આપવાની પ્રવૃત્તિ કરી રહ્યા છે.
જન્મદિવસ પર નથી કરતા ખોટા ખર્ચ
ઈલાબેન પોતાના જન્મદિવસને સામાન્ય રીતે ઉજવીને ખોટા ખર્ચ કરવાનું ટાળે છે.12 વર્ષથી પહેલા તેમણે બોર્ડર પર દેશની રક્ષા કરતા જવાનો વિશે ચિંતન કર્યું. અંતે તેમણે પોતાના જન્મદિવસ પર સૈનિકોના પરિવાર માટે આર્થિક સહાય આપવાનું નક્કી કર્યું. જેથી છેલ્લા 12 વર્ષોથી તેઓ પોતાના જન્મદિવસે સૈનિકોના પરિવારને આર્થિક સહાય આપી રહ્યા છે. પોતાના પાછલા જન્મદિવસ ઈલાબેને જય જવાન નાગરિક સમિતિને રૂ.50 હજારનો ચેક અર્પણ કર્યો હતો.
નાના-નાનીએ લીધો હતો આઝાદીની લડતમાં ભાગ
નિવૃત્ત પરંતુ પ્રવૃત્ત શિક્ષિકા ઈલાબેન રાજગુરુએ જણાવ્યું હતું કે, મારા નાના-નાની આઝાદીની લડતમાં ભાગ લીધો હતો. સ્વાતંત્ર સેનાની તરીકે તેમણે અંગ્રેજોના જુલમ સહન કર્યા હતા અને જેલ પણ ગયા હતા. હું સમયની ઘટનાઓને જોઈને મોટી થઈ છું. જેથી મે નાનપણથી જ ભારતીય સેના માટે કશુંક કરવાનું વિચાર્યું હતું . જેને લઈને હું આજે આ સેવા કરી રહી છું અને જન્મદિવસ પર અન્ય વ્યર્થ ખર્ચ કરવાની જગ્યાએ દેશની રક્ષા કરતા સૈનિકોના પરિવારને માટે આર્થિક સહાય કરી રહી છું. મારા બંને દીકરા અને બંને વહુ પણ સામાજિક કાર્યકર જ છે. પેન્શનની રકમમાંથી હું સૈનિક પરિવાર માટે નાનકડી આર્થિક ભેટ આપું છું. ડાંગ આહવામાં આદિવાસી બાળકોને ભણાવવા માટે જાવ છું અને નિઃશુલ્ક સેવા પણ આપી રહી છું.
તમારા શહેરમાંથી (સુરત)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Education News, Local 18, Surat news