સાધન હોવા છતાં પણ દિવ્યાંગ વ્યક્તિ બીજા ઉપર આશ્રિત રહેતા હોય છે
મોટાભાગના દિવ્યાંગ વ્યક્તિઓ પાસે વ્હીલ ચેર તો હોય છે પરંતુ જો તેમણે લાંબા અંતર સુધી કાપવું હોય તો તેમને કોઈની મદદ લેવી પડે છે. આ પરિસ્થિતિમાં સાધન હોવા છતાં પણ દિવ્યાંગ વ્યક્તિ બીજા પર આશ્રિત થઈ રહે છે. ત્યારે ઘરના આવા જ દિવ્યાંગ વ્યક્તિને અસહાય જોઈને સુરતમાં બી.ટેકના વિદ્યાર્થી શિવમ મૌર્યને આ અટેચમેન્ટ બનાવવાનો વિચાર આવ્યો હતો.
બેટરીથી આગળના વ્હીલની મોટરને પાવર મળે છે.
સાધારણ મેકેનિઝમનો ઉપયોગ કરીને એક એટેચમેન્ટ તૈયાર કર્યું
22 વર્ષના શિવમ દ્વારા ખૂબ જ સાધારણ મેકેનિઝમનો ઉપયોગ કરીને બેટરીથી ચાલનારું એક એટેચમેન્ટ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં એન્જિન પણ ન હોવાથી કોઈપણ પ્રકારનો પોલ્યુશન પણ થતું નથી. માત્ર 30 સેકન્ડમાં જ આ એટેચમેન્ટ નોર્મલ વ્હીલ ચેર સાથે જોડવાથી તે ઈલેક્ટ્રીક વ્હીલ ચેરમાં પરિવર્તિત થઈ જાય છે. આ માટે દિવ્યાંગ વ્યક્તિને તેની વ્હીલ ચેર પણ બદલવાની જરૂર નથી કારણ કે તેની સાથે જ અટેચમેન્ટ સેટ કરી શકાય છે. આ એટેચમેન્ટમાં એક એક્સિલેટર હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ એકસીલેટર આપે છે ત્યારે પાવર બેટરીમાં જાય છે તેમાંથી અને આગળના વ્હીલમાં લાગેલી મોટરને પાવર મળવાથી તે સ્પીડ પકડે છે.
30 સેકન્ડમાં જ એટેચમેન્ટ વ્હીલ ચેર સાથે જોડાય જાય છે આ એટેચમેન્ટ
આ અંગે પાંડેસરા વિસ્તારમાં રહેતા શિવમ મૌર્યાએ જણાવ્યું હતું કે, અમે કોઈ નવી વ્હીલ ચેર ડિઝાઇન નથી કરી. અમે એક અટેચમેન્ટ તૈયાર કર્યું છે, જે લોકો વ્હીલ ચેરનો ઉપયોગ કરી રહ્યા હોય એવા લોકો માટે આ ખાસ ઈલેક્ટ્રીકથી ચાલનાર વ્હીલ ચેર અમે ડિઝાઇન કરી છે. અમે એક એવું અટેચમેન્ટ તૈયાર કર્યું છે જે વ્હીલ ચેરની આગળ લગાવવાથી માત્ર 30 સેકન્ડમાં જ તે સાધારણ વ્હીલ ચેરથી ઇલેક્ટ્રિક વ્હીલ ચેરમાં રૂપાંતરિત થઈ જશે. કોઈની મદદ વગર જ દિવ્યાંગ વ્યક્તિ જાતે લાંબા અંતરે સુધી જઈ શકશે.
પરિવારમાં જ દિવ્યાંગ સભ્ય છે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મારા પરિવારમાં પણ દિવ્યાંગ લોકો છે. જ્યારે હું તેમને મળ્યો ગયો ત્યારે મને અનુભવ થયો કે જ્યારે શરીરમાં કોઈ પણ અંગ ન હોય ત્યારે તે બીજા પર આશ્રિત થઈ જાય છે. તેમની આ તકલીફ જોઈને મને પોતે તકલીફ થઈ અને મેં આ અટેચમેન્ટ તૈયાર કર્યુ છે.
તમારા શહેરમાંથી (સુરત)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Innovation, Local 18, Surat news