એક સફળ જવેલરી મેન્યુફેક્ચરિંગ યુનિટ ચલાવે છે
પ્રીતિ ભાટિયાનો જન્મ અને ઉછેર સુરતમાં જ થયો છે. તેમના જીવનના દરેક સારા નરસા તબ્બકે તેમના માતા પિતાનો સાથ અને તેમનું માર્ગદર્શન તેમના માટે રામબાણ સમાન નીવડ્યું છે. પ્રીતિબેનના લગ્ન દિલ્હીમાં થયા હતા. જો કે તે સફળ ન રહેતા તેઓ ડિપ્રેશનમાં સરી પડ્યા હતા. જેમાંથી બહાર નીકળવા માટે તેમના માતા પિતાએ તેમને જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં આગળ વધવા માટે સપોર્ટ કર્યો અને આજે તેઓ એક સફળ જવેલરી મેન્યુફેક્ચરિંગ યુનિટ ચલાવી રહ્યા છે.
માતા-પિતાએ જ્વેલરી ઉદ્યોગમાં આગળ વધવાની સલાહ આપી હતી
માતા-પિતાએ જ્વેલરી ઉદ્યોગમાં આગળ વધવાની સલાહ આપી પ્રીતિબેનના લગ્ન વર્ષ 2006 માં થયા હતા. કેટલાક વર્ષ સુધી પ્રયત્ન કરવા છતાં પણ તે સફળ ન થઈ શકતા તેઓ ફરી પાછા સુરત આવ્યા હતા અને ડિપ્રેશનનો ભોગ બન્યા હતા. તેઓ તે સમયે તેમની જિંદગીના ખરાબ તબક્કા માંથી પસાર થઈ રહ્યા હતા. જેને લઇને તેમના માતા-પિતાએ તેમને જ્વેલરી ઉદ્યોગમાં આગળ વધવાની સલાહ આપી અને પ્રીતિબેને આ ઉદ્યોગ અંગે માહિતી મેળવી હતી. શરૂઆતના સમયમાં સોનુ ખરીદવા થી લઈને દરેક પ્રકારની કામગીરી તેમના માતા કરતા હતા. પ્રીતિબેને વર્ષ 2010માં ઓસમ સ્પાર્કલની શરૂઆત કરી હતી.
મહિલાઓ લઘુતા ગ્રંથિ તોડી રહી છે
સુરતમાં 4 હજારથી વધુ નાના મોટા કારખાનાઓમાં 5 લાખથી વધુ લોકો કામ કરે છે અને વિશ્વના 10 માંથી 9 હીરાનું કટિંગ અને પોલિશિંગ સુરતમાં થાય છે. ત્યારે સુરત શહેરમાં હીરા ઉદ્યોગમાં મહિલાઓનું પ્રમાણ માત્ર 10 ટકા જેવું જ રહેતું હોવાની શક્યતા છે. તેમાં પણ મહિલાઓ હીરાનું વજન કરવાનું, લેસર વર્ક, પડીકા પેક કરવાનું ત્યારબાદ તેને સીરીઝ પ્રમાણે સાચવવાનું અને હીરાનું પ્લાનીંગ તથા ફોર-પી જેવી કામગીરીઓ કરી રહી છે.
કુમાર મંગલમ બિરલા દ્વારા બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો છે
આ અંગે પ્રીતિ ભાટિયાએ જણાવ્યું હતું કે, મારી ઉંમર 42 વર્ષ છે અને હું ડાયમંડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ યુનિટ ચલાવું છું. વર્ષ 2010 માં મેં કામ શરૂ કર્યું હતું મારા માતા પિતાએ મને સપોર્ટ કર્યો હતો કે જીવનમાં કંઈક કરવાનું છે. હું મારી જિંદગીના ખરાબ સમયથી પસાર થઇ રહી હતી અને ડિપ્રેશનમાં હતી જેથી મારા માતા પિતાએ નિર્ણય કર્યો હતો કે હું આ ફિલ્ડમાં કામ કરું. મારા માતા પિતાએ પ્લાનિંગ કર્યું અને ત્યાર પછી મેં ભણવાનું શરૂ કર્યું. મને કુમાર મંગલમ બિરલા દ્વારા બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યરનો એવોર્ડ પણ મળ્યો છે.
13 વર્ષમાં આ ફિલ્ડમાં ઘણા ક્લાસીસ અને ટ્રેનિંગ કર્યા છે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં મેં પોસ્ટ ગ્રેજ્યુએશન એન્ટરપ્રિન્યોરશિપમાં કર્યું . મેં IGI, GIA થી ડિઝાઇનિંગ ટ્રેનિંગ કરી છે. 13 વર્ષમાં મેં આ ફિલ્ડમાં ઘણા ક્લાસ કર્યા છે. એકલા હાથે જ્વેલરી મેન્યુફેક્ચરિંગ યુનિટ ચલાવનાર ગુજરાતની એકમાત્ર મહિલા છું. મારે ત્યાં 50 લોકોનો સ્ટાફ છે જેમાંથી ઘણા એવા છે કે જે અગાઉ અમારા ઘરે કામ કરતા હતા. પ્રોડક્શન મેનેજર, ડાયમંડ સેક્ટર , કાસ્ટિંગ યુનિટ, ડાયમંડ સેટિંગ યુનિટ જેવા સેક્ટર મળીને અમારી સારી એવી ટીમ છે.
તમારા શહેરમાંથી (સુરત)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Local 18, Surat diamond market, Surat news