આજના યુગમાં ઘરના બગીચામાં કે ટેરેસ ગાર્ડનિંગ કરવા માટે ઘણા પ્રકારના પ્લાન્ટ બજારમાં ઉપલબ્ધ છે. જેમાં માટીના કુંડા, સિમેન્ટના કુંડા, પ્લાસ્ટિકના કુંડા, વેસ્ટમાંથી બેસ્ટ પોટનો પણ સમાવેશ થાય છે. આ તમામ કુંડાની વિશેષતાઓની સાથે કેટલીક ખામીઓ પણ છે. માટીના અને સિમેન્ટના કુંડા ભારે હોવાથી તેને ખસેડવા મુશ્કેલ છે. જેથી જ મોટાભાગના લોકો પ્લાસ્ટિકના કુંડાનો ઉપયોગ કરે છે.
કોરોનાકાળમાં આયુર્વેદ પ્રત્યે લોકોની માનસિકતા બદલાય છે. જેને કારણે દરેક ઘરમાં લોકો શરદી, ખાંસી, તાવ અને કફ જેવી બિમારીનો આયુર્વેદિક ઉપચાર કરી રહ્યા છે. ત્યારે શહેરનાં કેટલાક ઘરોમાં ઔષધિય છોડ વાવવાનું ચલણ તો જોવા મળી રહ્યું છે, પરંતુ અગત્યની વાત એ છે કે, છોડ માટી, ચિનાઈ માટી કે ફાઈબરના કુંડાને બદલે એક ખાસ પ્રકારની ગ્રો બેગમાં રાખવામાં આવી રહ્યા છે. યુવી પ્રોટેક્ટેડ બેગ છે.
અન્ય બેગની જેમ સડો લાગતો નથી, તે નોન-રસ્ટ બેગ છે
આ અંગે નેચર ક્લબના અભી વ્યાસે જણાવ્યું હતું કે, શેરડીના રેસા, કેળાના રેસા,મકાઈના ભૂખરા રેસામાંથી આ પ્રકારની બેગ બને છે. આ રેસાથી તેનું વિવિંગ થાઈ છે. જેથી નેચરલ બ્રિધેબલ બને છે. બાયો બાયોડિગ્રીડેબલ છે અને લાંબો સમય ચાલે છે. દરેક પ્રકારના છોડ વાવી શકાય છે અને 5 થી 7 વર્ષ સુધી આ બેગ ચાલે છે. આ બેગમાં અન્ય બેગની જેમ સડો લાગતો નથી એટલે કે તે નોન-રસ્ટ બેગ છે. આ યુવી પ્રોટેક્ટેડ પોલી ફાઈબર બેગ રિસાઈકલ પ્લાસ્ટિક ફાઈબરની છે. માટી કે ચિનાઈ માટીના કુંડાની જેમ તૂટી જતી નથી. સાથે જ તેનું વિવિંગ એ પ્રકારે હોય છે કે, તેમાં હવાની અવરજવર પણ રહે અને વધારાનું પાણી પણ નીકળી જાય છે.
આ પણ વાંચો: ખેડૂતે કરી તાઇવાન જામફળની ખેતી, 25 વર્ષ સુધી આવક મળશે
કિંમત રૂ.200 થી રૂ.900 સુધીની હોય છે
પર્યાવરણ માટે કામ કરતી સંસ્થા નેચર ક્લબ દ્વારા અગાઉ જાગૃતિ અભિયાન અંતર્ગત સ્ટેન્ડ સાથે આવી છ બેગમાં ઔષધિય છોડ રોપીને નિ:શુલ્ક આપવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમનો આ અનોખો પ્રયાસ લોકપ્રિય બન્યો છે. ખાસ કરીને ગૃહિણીઓ ઓછી જગ્યામાં સ્ટેન્ડ મૂકીને તેની પર આ પ્રકારની બેગમાં છોડ વાવે છે. અગાઉ આવી 650 બેગ આપવામાં આવી હતી. હાલ આવી બેગની સાચી માહિતી જાણવા માટે મહિનામાં 200-250 ઇન્કવાયરી ફોન આવે છે. તેની કિંમત રૂ.200 થી રૂ.700 સુધીની હોય છે.
મકાઈ, કેળા અને શેરડીના રેસામાંથી બનાવવામાં આવે છે
લો બજેટ ટેરેસ ગાર્ડનિંગ કરવા માટે 9*9, 12*12, 15*15, 18*18, 18*9, 24*24 એમ અલગ અલગ સાઈઝની પ્લાસ્ટિક ગ્રો બની બેગ બજારમાં તેમજ ઓનલાઈન પ્લેટફોર્મ પર જોવા મળે છે. જેને રીસાયકલ પ્લાસ્ટિક અને વિવિધ નેચરલ ફાઇબર જેવા કે મકાઈ, કેળા અને શેરડીના રેસામાંથી બનાવવામાં આવે છે. સામાન્ય રીતે બજારમાં લીલા અને કાળા કલરની પ્લાસ્ટિક ગ્રો બની બેગ હાલ જોવા મળી રહી છે.
પ્લાસ્ટિક ગ્રો બની બેગના ફાયદા
– બાયોડિગ્રીડેબલ છે જેથી પર્યાવરણને નુકશાન થતું નથી
– કુંડા તૂટવાની સરખામણીમાં ગ્રો બેગ ફાટવાની શક્યતા ઓછી રહે છે
– કુંડાની સરખામણીમાં સરળતા થી ખસેડી શકાય છે
– વધારે ગરમી હોય તો પણ ગ્રો બેગની માટી વધુ ગરમ થતી નથી અને તેનું ટેમ્પરેચર જાળવી રાખે છે
– વધારે ઠંડી હોય તો પણ ગ્રો બેગની માટી વધુ ઠંડી થતી નથી અને તેનું ટેમ્પરેચર જાળવી રાખે છે
– હવાની અવરજવર પણ રહે છે. વધારાનું પાણી નીકળી જાય છે.
તમારા શહેરમાંથી (સુરત)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Local 18, Surat news