વાનગીનું વેચાણ કરીને આદિવાસી મહિલા સારા પ્રમાણમાં રોજી મેળવે છે
આ પ્રદર્શનમાં આયુર્વેદિક ઔષધીઓ સાથે તેનો વ્યાજબી દરે ઈલાજ પણ થઈ રહ્યો છે. આદિવાસી સમાજના લોકો ઔષધીઓ સાથે પોતાની વાનગીઓ પણ આ પ્રદર્શનમાં સુરતીઓ માટે લઈ આવ્યા છે. આ વાનગીઓમાં તેઓ પાનેલા, અડદની દાળના વડા, દૂધીના ભજીયા અને કોળાની અલગ અલગ વાનગીઓ દેશી પદ્ધતિએ બનાવી તેનું વેચાણ કરી રહ્યા છે. આ સિવાય તેઓ નાગલીની વિવિધ વાનગીઓ પણ બનાવી વેચાણ કરે છે.
આ દેશી વાનગીઓ સુરતના લોકોને પણ ઘણી પસંદ આવી રહી છે. આ પ્રદર્શન દરમિયાન આદિવાસી મહિલાઓ વાનગીઓનું વેચાણ કરી સારા પ્રમાણમાં કમાણી કરી રહ્યા છે. અંતરિયાળ ગામમાં આ પ્રકારની વાનગી દરેક ઘરે જાતે બનાવે છે. પરંતુ શહેરમાં આ પ્રકારની વાનગીઓ જોવા મળતી નથી જેને લઇ સુરતીઓમાં આ વાનગીનો અલગ ક્રેઝ જોવા મળે છે. પ્રદર્શનમાં થોડાક દિવસોમાં આદિવાસી મહિલાઓ દેશી વાનગી નું વેચાણ કરી સારા પ્રમાણમાં કમાણી કરી લે છે. અને આ વાનગીઓના ભાવ પણ સામાન્ય રાખવામાં આવે છે.
દેશી પદ્ધતિથી બનાવવામાં આવતી આ વાનગી શહેરના લોકોને ઘણી પસંદ આવે છે
સામાન્ય રીતે આ વાનગી બનાવતી મહિલાઓ પોતાના ગામમાં મજૂરી કામ અથવા તો ઘરકામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે અને ખેતી કરતા ખેતરોમાં જે શાકભાજી મળી રહે છે, તેમાંથી જ તેઓ રોજિંદા જીવન માટે આ પ્રકારની વાનગીઓ બનાવી આરોગતા હોય છે. પરંતુ શહેરમાં રહેતા લોકોનો ખોરાક આદિવાસી લોકો કરતાં જુદો હોય છે. આદિવાસી લોકોનો પરંપરાગત ખોરાક સ્વાદ સાથે સ્વાસ્થ્યવર્ધક પણ હોવાથી લોકોને તે ખાવાની અલગ જ મજા આવે છે. આ દરેક વાનગીઓ આદિવાસી મહિલા પ્રદર્શનમાં પણ પોતાની પરંપરાગત પદ્ધતિથી જ બનાવે છે. દરેક નાનીથી નાની વાનગીઓ તેઓ ચૂલામાં અને ખાંડનીમાં જાતે વાટીને બનાવે છે જેથી તેનો સ્વાદ પણ શહેરના લોકોના ખોરાક કરતાં અલગ હોય છે.
તમારા શહેરમાંથી (સુરત)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Local 18, Surat news