સુરતના આયુર્વેદિક ડો. પિનલ રાણા જે બી.એ.એમ.એસનો અભ્યાસ કરીને સચિન વિસ્તારમાં પોતાનો આયુર્વેદિક દવાખાનુ કાર્યરત કર્યું છે. ડોક્ટર પિનલ રાણાનું માનવું છે કે, આયુર્વેદિક એ ભારતના અમૂલ્ય વારસો છે અને આયુર્વેદિક ઔષધીનો ઉપયોગ જો યોગ્ય પણે કરવામાં આવે તો શરીરના તમામ ઈલાજો આયુર્વેદિક દ્વારા કરી શકાય છે. એલોપેથીકના જમાનામાં આજે આયુર્વેદિકનું મહત્વ ગતિ રહ્યું છે અને આ આયુર્વેદિકને જીવંત રાખવા માટે ડો. પિનલ રાણા હજારો લોકોના ઈલાજ આયુર્વેદિક પદ્ધતિથી કરી રહ્યા છે. કેટલાક દર્દીઓના એલોપેથીક દવાથી રોગોની સારવાર થઈ રહી ન હોય અને તબિયત ઘણી જ બગડી રહી હોય તેવા વ્યક્તિને પણ સુરતના આ ડોક્ટર પિનલ રાણાએ આયુર્વેદિક પદ્ધતિથી એકદમ સાજા કર્યા છે.
રોજના ચારથી પાંચ દર્દીઓને મફત સારવાર આપી તેને સાજા કરે છેડો. પિનલ રાણા ઘણા બધા રોગો માત્ર વ્યક્તિની નાડી તપાસીને જ જાણી લે છે અને આ રોગની તમામ દવા અને સારવાર પણ આયુર્વેદિક પદ્ધતિથી જ આપે છે. ડોક્ટર પિનલ રાણા આયુર્વેદિકમાં નિષ્ણાંતની સાથે એક સાચા અર્થમાં સેવાભાવી ડોક્ટર પણ છે. તેઓ રોજના ચારથી પાંચ દર્દીઓને મફત સારવાર આપી તેને સાજા કરે છે. આ ડોક્ટરનો મુખ્ય હેતુ આયુર્વેદિક દવાઓથી પૈસા કમાવાનું નહીં પરંતુ આયુર્વેદિકનું મહત્વ સમજાવવાનું અને દર્દીઓની સેવા કરવાનો હતો. જેથી આ ડોક્ટરે પોતાનું દવાખાનું શહેરમાં મોંઘી જગ્યાએ કાર્યરત કરવા કરતા સચિનના એક અંતરિયાળ વિસ્તારમાં પોતાનું દવાખાનું કાર્યરત કર્યું છે.
તમારા શહેરમાંથી (સુરત)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Local 18, Surat news