સુરતમાં મોંઘવારી વધતાની સાથે હવે ચોર રોકડા અને દાગીનાની જગ્યા પર જીવન જરૂરિયાતની વસ્તુઓની ચોરી કરતા હોવાની ઘટના સામે આવી રહી છે ત્યારે સુરતના અમરોલી વિસ્તારમાં તેલ ડબ્બાની ચોરી કરવાની ઘટના સામે આવી છે. જોકે ચોર સીસીટીવીમાં કેદ થતાની સાથે જ સીસીટીવીની મદદથી અમરોલી પોલીસે તેલના ડબ્બાની ચોરી કરનારને ઝડપી પાડ્યો છે.

હાલ મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે તમામ લોકોને મુશ્કેલ પડી રહ્યું છે. તેમાં પણ તસ્કરો હવે સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી નથી કરતા પણ જીવન જરૂરિયાતની વસ્તુઓની ચોરી કરતા હોવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે ત્યારે વધુ એક ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

આ પણ વાંચો- ‘વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે,’ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન

સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી એક દુકાન પર એક વ્યક્તિ સામાન ખરીદવા આવે છે અને જો જોતજાતામાં દુકાનમાં રહેલા તેમના ડબ્બાની ચોરી કરી પળવારમાં ફરાર થઈ જાય છે. જોકે ચોરીની આ ઘટના દુકાનમાં રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા દુકાન માલિકે સુરતના અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે પોલીસે પણ સીસીટીવી કેમેરામાં કેદ થયેલ ચોરને ગણતરીના કલાકોમાં શોધી કાઢ્યો હતો અને તેની પાસેથી ચોરી કરેલા તેલના ડબ્બા કબજે કર્યા હતા.

આ પણ વાંચો- વ્યારાની બહેનો બની ‘આત્મનિર્ભર,’ બનાવી રહી છે નારિયેળના રેસામાંથી ગણેશ મૂર્તિ

પોલીસે આરોપીની પૂછપરછ કરતા આરોપી આપેલા નિવેદનને લઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કારણ કે જે રીતે તેલના ભાવ જે રીતે વધી રહ્યા છે અને બજારમાં તેમની માંગ છે એટલે આ ડબ્બા ચોરીને તેને સસ્તામાં વેચી રોકડી કરી પોતાની જીવન જરૂરિયાત પૂરી કરતો હોવાની કબુલાત કરતા અમરોલી પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. પકડાયેલો ઈસમ ભૂતકાળમાં આ પ્રકારની ચોરી કરી છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે અને પોલીસ તપાસમાં સામે શું આવે છે તે જોવાનું રહ્યું.

તમારા શહેરમાંથી (સુરત)

Published by:rakesh parmar

First published:

Tags: Surat Crime Latest News, Surat crime news, Surat crime News Gujarati, સુરત સમાચાર, સુરતમાં ચોરી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here