ઇસ્ટન્ટ કેકની સામગ્રી
-150 ગ્રામ બિયા કાઢેલા ખજૂર
– કપ જેટલા દૂધ
-ઘઉંનો લોટ
-એક ચમચી બેકિંગ પાઉડર
-એક ચમચી બેકિંગ સોડા
-અખરોટના કટકા નાખવા.
કેક બનાવવા માટે
-સૌપ્રથમ ખજૂર સાથે દૂધ લઈ મિક્સરમાં મિક્સ કરી તેનું મિશ્રણ બનાવી લેવું
-એક ચારણીમાં ઘઉંનો લોટ, બેકિંગ સોડા અને બેકિંગ પાઉડર લઈ બરાબર ચાલી લેવું અને આ લોટને ખજૂરના મિશ્રણમાં બરાબર મિક્સ કરી લેવું
-ત્યારબાદ આ મિશ્રણમાં જો જરૂર હોય તો ફરી થોડું દૂધ ઉમેરવું.
-આ મિશ્રણમાં થોડા ખજૂરના ટુકડા અને થોડા અખરોટના ટુકડા નાખવા
-માઇક્રોવેવના કન્ટેનરમાં આ મિશ્રણને નાખી તેની ઉપરથી ફરી એકવાર સજાવટ માટે ખજૂરના ટુકડા અને અખરોટના ટુકડા નાખવા.
-કન્ટેનરને ઓવનમાં 25 થી 30 મિનિટ સુધી બેક કરવા મૂકવું
-બેક કરાઈ કેક ને એક વાર કોઈ સાધન વડે ચેક કરી લેવું. જો તેનું મિશ્રણ સાધન પર ચોંટે નહીં તો કેક બરાબર બેક થઈ ગઈ છે.
નોંધ: જો કેકમાં મીઠાસ જોઈએ તો તેમાં જરૂરિયાત પ્રમાણે દરેલી ખાંડ લોટના મિશ્રણ સાથે નાખી શકાય
આમ આ પૌષ્ટિક ઇન્સ્ટન્ટ કેક તૈયાર.આ કેક કોઈપણ આર્ટિફિશિયલ કલર મેંદો કે ખાંડની બનાવવામાં આવતી નથી. જેથી તે સંપૂર્ણપણે પૌષ્ટિક હોય છે. આ કેક એ કોઈપણ વ્યક્તિ ખાઈ શકે છે. એટલે આ વર્ષે કોઈના પણ જન્મ દિવસમાં ઘરે આ પૌષ્ટિક કેક બનાવી ટ્રાય કરો.
તમારા શહેરમાંથી (સુરત)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Local 18, Surat news