હાલમાં ઘરેથી જ તેઓ આ બધું કાર્ય કરી રહ્યા છે. તેમની સાથે બીજા સહકાર્યકરો પણ જોડાયેલા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા હાલમાં જ સુરભી રાઠીને હસ્ત કાગઝ અંતર્ગત પેપરને રિસાયકલ કરવા માટે સ્વચ્છતા અભિયાન અંતર્ગત એવોર્ડ આપવામાં આવ્યો છે. તેઓ કંપનીઓના લોગો પણ બનાવે છે. ચિત્રકલા પણ તેમની આવડત છે. વિવિધ પ્રકારના ચિત્રને આકૃતિઓ બનાવીને લોકો સુધી કળાનું પ્રદર્શન કરવું તેમનો શોખ છે. સુરભી રાઠી News18 સાથે વાત કરતાં જણાવે છે કે, કાગળ બનાવવા માટે કંઈક વધારે સાધનોની જરૂર નથી. જો હું મારા ઘરે જ બનાવો તો તમે પણ બનાવી શકો છો.
આ પણ વાંચો: Surat: સુરતની યુવતીએ મંદિરમાં ચડાવેલા ફુલોથી બનાવી અદભુત વસ્તુઓ
કાગળ બનાવવાની રીત:
સૌપ્રથમ તો જૂના ન્યુઝપેપર એકઠા કરો, પછી તેના નાના ટુકડા કરો. આ બધા ટૂકડાઓને પાણીમાં પલાળી રાખવાના, બે-ત્રણ મિનિટ સુધી પલાળી રાખ્યા પછી, તેને એક મિક્સરમાં નાખીને થોડું પાણી ઉમેરીને મિક્સ કરવાનું હોય છે. આ બધા ન્યુઝ પેપર એકરસ થઈ જાય ત્યાં સુધી મિક્સરમાં ફેરવવાનો ત્યારબાદ તેને અલગથી એક બીજા વાસણમાં કાઢી લેવાનું, તમારે હવે ઝાડુ પેપર બનાવવું હોય તો જો પાણી લેવાનું પેપરનો પલ્પ વધારે લેવાનો, ત્યારે જો તમારે પેપર પાતળું બનાવવું હોય ન્યુઝપેપર ઓછું પાણી વધારે રાખવાનું. આ ન્યૂઝ પેપર અને પાણીના મિશ્રણને એક ચારણી કે કોઈ પણ બીજી વસ્તુ જેમાંથી પાણી નીકળી જાય અને માત્ર પેપર જ સપાટી ઉપર વધે કોઈપણ સાધન લઈને વધારાનું પાણી નિતારી દેવાનું છે. પછી આ ચારણીમાં લીધેલું પેપર જમીન પર એક રૂમાલ પાથરીને તેની ઉપર મૂકવામાં આવે છે. એ વાતનું ધ્યાન રાખવાનું કે તે રૂમાલ ની આજુબાજુ કે નીચે કોઇ હવાના રહી જાય એક સપાટી સુધી હોવી જોઈએ તો જ પેપર વ્યવસ્થિત બનશે. પછી તેને તડકામાં સુકાવા દેવાનું અને તૈયાર છે તમારું પેપર. જેને તમે ફરી એક વખત વાપરી શકો છો.
તમારા શહેરમાંથી (સુરત)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Recycle, Surat news, સુરત