સુરત શહેરમાં રહેતી 22 વર્ષીય મૈત્રી ઝરીવાલાએ બિગીન વિથ ફ્લાવર્સ (Begin with Flowers) નામની કંપની શરૂ કરી. ભગવાન મહાવીર કોલેજમાંથી કેમિકલ એન્જીનીયરીંગનો અભ્યાસ દરમિયાન આપવામાં આવેલા પ્રોજેક્ટ માટે મૈત્રી આ વિષય પસંદ કરે છે અને પછી તેમાં સફળતા મેળવે છે.
આસપાસના મંદિરના ફૂલોને ભેગા કરીને તેને સૂકવીને તેમાંથી અગરબત્તી , સાબુ અને એર ફ્રેશનર જેવી નેચરલ પ્રોડક્ટ્સ બનાવે છે. એટલુ જ નહિ પણ એક નાના સ્ટાર્ટ અપ તરીકે વિકસાવતા આજે તે પોતે 8થી 8 મહિલાઓને રોજગારી આપવાનું કામ પણ કરે છે.આ કામ માટે તેને કઈ વધારે રોકાણ પણ કર્યું નથી માત્ર મજબૂત મનોબળ અને ગુણવત્તાયુક્ત સામગ્રી લોકો સુધી પહોંચે તે જ પૂરતું હતું. ઘરમાં જ તેને આ કાર્ય કરવાની શરૂઆત કરી અને હવે ધીમે ધીમે તેમાં વધારો કરી રહ્યા છે.
આ પણ વાંચો: Surat: રીઅલ ફ્રૂટની અંદર આઈસ્ક્રીમ, માણો ફ્રૂટ અને આઈસ્ક્રીમ બંને
મૈત્રી જણાવે છે કે, અમે શક્ય હોય તેટલા નેચરલ પ્રોડક્ટ્સ વધુમાં વધુ બનાવીને નદીમાં જતો કચરો ઓછો કરવા માંગીએ છે અને તેને કચરામાં જતા અટકાવવા માંગીએ છે.આ કાર્યમાં મારા માતા પિતાએ મારો ખુબ સાથ આપ્યો છે.પોતે ભણતા જઈને આ કાર્ય કરે છે તો પણ ભણવામાં તેમને ક્યારેય ઓછું ધ્યાન નથી આપ્યું.પોતે નક્કી કરેલા ધ્યેયને પહોંચી વળવા માટે સખત મહેનત કરે છે.
અને ઘણી વાર તો ઘડિયાળના કાંટા સામે જોયા વગર અથાક પરિશ્રમ કરવાથી પણ ખચકાયા નથી.મૈત્રીએ બનાવેલા પ્રોડક્ટસ વિવિધ શહેરોના લોકોને પણ ખૂબ પસંદ આવ્યા છે.તે ઓર્ડર કુરિયર દ્વારા પહોંચાડવાની સુવિધા આપે છે , તેની કંપનીનું માર્કેટિંગ સોશિયલ મીડિયા થકી કરે છે. આમ સોશિયલ મીડિયા માત્ર મનોરંજન માટે જ નહીં પરંતુ વ્યાપારમાં વૃદ્ધિ કરવા માટે પણ તેટલું જ ઉપયોગી છે.
તમારા શહેરમાંથી (સુરત)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Gujarat surat, સુરત