સુરતમાં આવેલી આઈવિપણન (I VIPANAN) નામની ડિજિટલ માર્કેટિંગ કંપની તેમની ઓફિસમાં કામ કરતાં મહિલા કર્મચારીને દર મહિને પેઈડ પિરીયડ લીવ આપે છે. હા, તેમને બેવર્ષ પહેલા કોરોના કાળ દરમિયાન તેમની કંપનીમાં આ પોલિસી લાગુ કરી હતી. અને આજ દિન સુધી તેનું પાલન કરી રહ્યા છે.આ ઉપરાંત તેમની કંપનીમાં દરરોજ 15 મિનિટ માટે નો સ્ક્રીન ટાઈમ પણ આપવામાં આવે છે.
આ પણ વાંચો: ગણેશ પંડાલો ફેલાવશે અંગદાન જાગૃતિનો સંદેશ: ડોનેટ લાઇફનો નવતર પ્રયોગ
કંપનીના સ્થાપક ભૈતિક શેઠ અને તેમના પત્ની શ્રુતિ શેઠ આ પોલિસી વિશે વાત કરતા જણાવે છે કે, 2020 માં જયારે ઝોમેટો કંપનીએ આ પહેલની શરૂઆત કરી હતી ત્યારે તેમને તરત જ થયું કે જયારે આટલી મોટી કંપની આ નિર્ણય લઇ શકતી હોય તો આપણે કેમ નહી? તેઓ કહે છે કે અમારી કંપનીમાં અને ફિલ્ડમાં પણ મહિલાઓ જ વધારે હોય છે અને તેઓની સમસ્યાને આપણે અવગણના કરીએ તે યોગ્ય નથી. એટલે હાલમાં પણ અમારી કંપનીમાં આ પોલિસી શરુ છે અને અમારું જોઈને બીજી ઘણી બધી કંપનીએ આ પોલિસી તેમને ત્યાં લાગુ કરી છે. ત્યારે અમને ગર્વ થાય છે કે અમે મહિલાઓને માટે એક સારી પહેલ કરી અને લોકો આજે તેનું સન્માન કરે છે અને અનુસરણ પણ કરે છે.
કંપનીમાં 5 વર્ષથી વધુ સમયથી કામ કરતા મહિલા કર્મચારીઓ પણ છે તેઓ News 18 સાથે વાત કરતા જણાવે છે કે , માસિક સમય દરમિયાન ઘણી તકલીફ પડે છે, મુસાફરી કરીને આવવું અને આખો દિવસ ઓફિસમાં કાર્યરત રહેવાનુ પરંતુ જયારે ઓફિસમાંથી અમને ખાસ પિરિયડ લીવ મળે અને અમારો પગાર પણ નથી કપાતો ત્યારે અમને ખુબ સારું લાગે છે.
તમારા શહેરમાંથી (સુરત)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Surat Inspirational News, Surat news, Women Health સ્ત્રી આરોગ્ય, Women મહિલા