રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત મહાનગરપાલિક દ્વારા શેલ્ટર હોમ કાર્યરત હોય છે
હજારોની સંખ્યામાં શ્રમિકો દર વર્ષે પોતાનું વતન છોડી સુરત રોજગાર મેળવા આવે છે અને શરૂઆતમાં આવક વધુ ન હોવાને શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ દરેક ઋતુમાં જાહેર સ્થળોએ ફૂટપાથ પર બ્રિજ નીચે કે આશરો લેતા જોવા મળે છે. જો કે તેમને માટે રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત મહાનગરપાલિક દ્વારા શેલ્ટર હોમ કાર્યરત હોય છે. જેનું સંચાલન કરવાનું કામ અલગ અલગ એનજીઓને સોંપવામાં આવે છે.
શેલ્ટર હોમમાં મહિલાઓ માટે કપડા સીવવાના મશીન મુકવામાં આવ્યા છે
સુરત મહાનગર પાલિકા દ્વારા પણ સુરત શહેરમાં ચાર સ્થળોએ આવા શેલ્ટર હોમ એટલે કે રેનબસેરા બનાવવામાં આવ્યા છે. જેમાં શ્રમિકો કે ભિક્ષુકો વસવાટ કરી રહ્યાં છે. અહીં લોકો આશરે તો લે છે. પરંતુ તેઓ મજૂરી કામ કે ઘર કામ કરીને આજીવી કામ મેળવે છે. ઘણી મહિલાઓ આસપાસના ઘરમાં જઈ કચરા, પોતા, કપડા, વાસણ જેવા ઘર કામ કરીને રોજગારી મેળવે છે. આવી મહિલાઓ શેલ્ટર હોમમાં જ રહીને આજીવિકા મેળવી શકે તે માટે અલથાણ સ્થિત શેલ્ટર હોમમાં પ્રયત્ન કરવામાં આવ્યા છે. જે અંતર્ગત મહિલાઓ માટે કપડા સીવવાના મશીન મુકવામાં આવ્યા છે અને તેમને દરેક પ્રકારના કપડા થી લઈને નાની નાની વસ્તુઓનું સીવણકામ કરવાની તાલીમ આપવામાં આવી રહી છે. જેમાં ઘણી મહિલાઓ એવી છે કે, જેઓ પહેલાથી જ મશીન ચલાવવાનું અને કપડા સીવવાનું જાણે છે.
દિવ્યાંગ મહિલાઓ માટે અલગ થી મશીન મુકાયા છે
મહિલાઓની સ્વરોજગારી માટે સંચાલકો અને એસીપી ઈશ્વર પરમારના પ્રયત્નો થકી દાતા દ્વારા મશિન મુકવામાં આવ્યા છે અને એક નાનકડો સીવણ કામ શીખવવાનો વર્ગ શરૂ કરાયો છે. સામાન્ય મહિલાઓની સાથે દિવ્યાંગ મહિલાઓ પણ શેલ્ટર હોમમાં જ રહી રોજગાર મેળવવા સક્ષમ બની છે. દિવ્યાંગ મહિલાઓ માટે અલગથી મશીન મુકવામાં આવ્યાં છે.
અંદાજે 100 જેટલી મહિલાઓ શેલ્ટર હોમમાં છે
શેલ્ટર હોમના સંચાલક તરૂણ મિશ્રાએ આ અંગે જણાવ્યું હતું કે, હાલ શેલ્ટર હોમમાં શરૂઆતના તબક્કે 354 મહિલા-પુરુષ આશ્રિતો રહી રહ્યા છે. જેમાંથી અંદાજે 100 જેટલી મહિલાઓ છે. જેમાં યુવામાંથી લઈને વૃદ્ધ મહિલાઓ હાલ શેલ્ટર હોમમાં રહે છે. આ મહિલાઓમાંથી જેને સીવણ કામમાં રસ છે. તેવી 10 જેટલી મહિલાઓ હાલ આ કામ શીખી રહી છે. જેમાં દિવ્યાંગ મહિલાઓ પણ છે. આ માટે 5 મશીન શારીરિક રીતે સ્વસ્થ બહેનો માટે મૂકવામાં આવ્યા છે તેમજ 2 મશીન દિવ્યાંગ મહિલાઓ ચલાવી શકે એવા મુકાયા છે. જેથી કરીને દિવ્યાંગ બહેનો પણ પગભર થઈ શકે.
તમારા શહેરમાંથી (સુરત)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Local 18, Surat news