આ માર્ગ પહેલા કાશ્મીરથી કન્યાકુમારી સુધી કરવાના હતા, પરંતુ સાગર ઠાકરને વિચાર આવ્યો કે આપણા દેશના વડાપ્રધાનની જન્મભૂમિથી લઈને તમને કર્મભૂમિ સુધી આ માર્ગ રાખવો જોઈએ. અને ત્યારબાદ 950કિલોમીટર આ માર્ગ પર જવાનું નક્કી કર્યું. રુદ્રાક્ષ અને રિધાન બંને સાહસિક છે તેની પાછળ તેના માતા પિતાનો અને પરિવારનો હાથ છે. સાગરભાઇનું માનવું છે કે, બાળકોને સાહસનો વારસો આપવો જોઈએ. બેંક બેલેન્સનો વારસો ક્યારે ને ક્યારે પતી જાય છે જ્યારે સાહસનો વારસો સતત વધે છે. જો બાળકો સાહસિક હશે તો ગમે તેવી પરિસ્થિતિમાં પાછા નહિ પડે. આવું માનીને તેમણે બંને બાળકોને સાહસિક વૃત્તિ શીખવાડી છે.
આ પણ વાંચો: સુરતની યુવતી શીખવાડે છે કાગળ રિસાઇકલ કરવાની કળા, બનાવે છે અવનવી વસ્તુઓ
બાળકો બે વર્ષથી સતત આના માટે પ્રેક્ટિસ કરી રહ્યા હતા. વિશ્વ રેકોર્ડ સર્જશે એ કોઈ નાની વાત નથી, તેના માટે બંને બાળકોએ પોતાના જીવનમાં હેલ્ધી ફૂડને અપનાવ્યું છે. તેમની ઉંમરના બાળકો જ્યારે બહારની કોઈપણ ફાસ્ટ ફૂડ ચોકલેટ દરેક વસ્તુઓ ખુબ મજાથી ખાતા હોય ત્યારે આ બંને બાળકો પોતે તંદુરસ્ત રહેવા માટે મનથી મક્કમ રહે છે અને જંકફૂડ થી દૂર રહે છે.દરરોજની ત્રણથી ચાર કલાક પ્રેક્ટિસ કરવી ફરજિયાત હતી, ત્યારે છેલ્લા દસ દિવસથી તો અને બાળકો 70થી 80 કિલોમીટર સુધી પ્રેક્ટિસ દરમિયાન સ્કેટિંગ કરતા હતા. વેવબોર્ડ ચલાવવું સહેલી વાત નથી. આથી બાળકોને શારીરીક અને માનસિક બંને રીતે તૈયાર કરવા એ માતા પિતા માટે પણ સહેલું ન હતું.
બારડોલીમાં કાર્યક્રમ પૂરો કર્યા બાદ સુરતના ડુમસ રોડ પર ડીકેથલોન નામની સ્પોર્ટ્સ શોપ પરથી ફ્લેગ માર્ચ કર્યા બાદ આવતીકાલથી તેઓ વડનગર થી દિલ્હી સુધી બોર્ડ પર જવા નીકળવાના છે.
તમારા શહેરમાંથી (સુરત)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Gujarat surat, Surat news