ઓરિજિનલ કલકત્તામાં બનાવાતી આ આઈસક્રીમમાં માત્ર ફ્રૂટ પલ્પ નાખીને બનાવવામાં આવે છે. જે ફ્રુટમાંથી પલ્પ કાઢીને અંદર સ્ટફિંગ નથી કરી શકાતું તેવા બીજા ફળોને પલ્પ એટલે કે તેનો માવો કાઢીને તેને અલગથી ફ્રોઝન કરવામાં આવે છે. સફરજન, કેરી,નારંગી, ડ્રેગન ફ્રુટ વગેરે જેવા ફળોને તેની ઓરીજનલ છાલની અંદર જ આઇસ્ક્રીમ નાખવામાં આવે છે. માઇનસ 7 ડિગ્રીની અંદર ફ્રોઝન કરાય છે.
જે આઈસ્ક્રીમમાં પલ્પ અંદર ભરીને ન બનાવી શકાય તેવા આઈસ્ક્રીમ તેઓ ફ્રોઝન કરીને બનાવે છે. જાંબુ, કીવી,સીતાફળ,પાઈનેપલ,લીચી, અને બીજા ઘણા બધા પ્રકારના ફ્રૂટ આઈસ્ક્રીમ સુરતીઓને ખુબ પસંદ આવ્યા છે.
આ પણ વાંચો: Surat: આ સરકારી શાળા બાળકોને શીખવે છે ગાર્ડનિંગ
આખા ગુજરાતમાં તેમની સાત શાખા છે.જેમાં વડોદરા અને અમદાવાદ જેવા શહેરો પણ છે.આ નવા આઈસ્ક્રીમને સુરતીઓએ ખુબ સારો પ્રતિસાદ આપ્યો છે અને તેમને સુરતમાં તેમની ત્રણ જુદી જુદી શખાઓ બનાવી છે. કોઈ પણ પ્રકારના માર્કેટિંગ વગર ગ્રાહકોના રીવ્યુ દ્વારા જ આ બધી બ્રાન્ચ તેમને શરુ કરી છે.
આઈસ્ક્રીમની સાથે સાથે તેમનું ટ્રક પણ ખુબ અદ્ભૂત છે. જેમાં તેઓ આઈસ્ક્રીમના માધ્યમથી ફળોનો આનંદ લોકો સુધી પહોંચાડે છે.જયદીપભાઈ જણાવે છે કે આજ સુધી તેમણે ક્યારેય માર્કેટિંગ કરવું નથી પડ્યું, તેમના ગ્રાહકો જ તેમનું માર્કેટિંગ છે, અને તેમાંથી જ શાખા ખરીદી કરનારા પણ આવ્યા છે જે તેમની અદભુત સફળતા કહી શકાય.
આઈસ્ક્રીમ એ કોઈ એક સીઝન માટે નથી હોતો કે પછી કોઈ એક વર્ગ પણ આના માટે નથી, આઈસ્ક્રીમ નાના, મોટા સૌ કોઈને પ્રિય છે. ફળો પણ સ્વાસ્થ્ય માટે એટલા જ સારા હોવાથી દરેક વર્ગ તેને ગ્રહણ કરે છે અને આ ફ્રૂટ આઈસ્ક્રીમ તો બંનેનું મિશ્રણ છે.
તમારા શહેરમાંથી (સુરત)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Famous Food, Surat news, સુરત