સુરત: ઉનાળામાં કાળજાળ ગરમીથી બચવા માટે ઠંડા પીણાંનું ચલણ વધે છે.ગરમીની સિઝનમાં હોટલમાં કે રેસ્ટોરન્ટમાં જમવા માટે જાય છે, ત્યારે લોકો મોઈતોને ઘણું પસંદ કરે છે. મોઇતોના ભાવ રેસ્ટોરામાં ખૂબ મોંઘા હોય છે. આ મોઈતો ઘરે જ 15 મિનિટમાં સરળતાથી બનાવી શકાય છે. ઘરે કોઈ મહેમાન આવે ત્યારે પણ તરત જ આ મોઇતો ઘરે બનાવી આપવાથી મહેમાનોને પણ ઘણું જ પસંદ આવે છે. આજે આપણે ઉનાળાનું ફળ તરબૂચનું મોઈતો બનાવવાની રીત જાણીશું.
તમારા શહેરમાંથી (સુરત)
તરબૂચનું મોઇતો બનાવવા માટે સામગ્રી
- લીંબુના ટુકડા
- લીંબુનો રસ
- તરબૂચના ટુકડા
- ફુદીનો
- મીઠું
- સ્પ્રાઇટ (ઠંડુ પીણું)
તરબૂચ મોઇતો બનાવવા માટે
- સૌપ્રથમ એક કાચની જારમાં તરબૂચના ટુકડા, થોડા ફુદીનાના પાન અને લીંબુના ટુકડા નાખી તેને ખાંડનીના દસ્તાવ વડે બરાબર ક્રશ કરી લેવું (ક્રશ કરવા માટે મિક્સરનો ઉપયોગ કરવો નહીં)
- તરબૂચના ટુકડા અને લીંબુનો રસ ન નીકળે ત્યાં સુધી તેને બરાબર ક્રશ કરવું
- એક કાચના ગ્લાસમાં ચાર પાંચ બરફના ટુકડા લઈ તરબૂચનો ક્રશ તેમાં નાખી દેવો ક્રશ નાખતા વખતે ધ્યાન રાખવું કે માત્ર રસ જ ગ્લાસમાં આવે
- આ ગ્લાસમાં થોડા ફુદીનાના પાન અને મીઠું નાખી સ્પ્રાઈટ નાખવી
આ રીતે માત્ર 15 મિનિટમાં જ ઠંડો ઠંડો તરબૂચ નો હોય તો ઘરે જ બનાવી મહેમાનને સર્વ કરી શકાય છે. મોઇતો તો સર્વ કરતી વખતે ગ્લાસને વધુ સુંદર બનાવવા માટે ગ્લાસની આજુબાજુ મીઠાની રીંગ પણ બનાવવાથી તે વધુ આકર્ષક લાગે છે.
તમારા શહેરમાંથી (સુરત)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Local 18, Surat news