Mehali tailor,Surat : ગુલાબ એ માત્ર એક પ્રેમનું પ્રતિક જ નથી.પરંતુ ગુલાબના સ્વાસ્થ્યને લગતા પણ અનેક ફાયદાઓ છે, જેમાં ખાસ કરીને ઉનાળામાં ગુલાબ શરીરને ઠંડક આપવાનું કામ કરે છે. ત્યારે આ ઉનાળામાં ગુલાબની ચા પીવાના પણ અનેક ફાયદાઓ છે. આ ગુલાબની ચા કઈ રીતે બને તે પણ જાણીએ.

ગુલાબની ચા માં આપણે મધનો પણ ઉપયોગ કરી શકાય
ગુલાબની ચા એ તાજા સ્કૂલમાંથી પણ બનાવી શકાય છે અને ગુલાબને પાંખડીને સૂકવીને સ્ટોર કરીને ગમે ત્યારે આ ગુલાબને ચા બનાવી શકાય છે. ગુલાબની ચા બનાવી ઘણી સહેલી છે. એક કપ પાણી ગરમ કરી. ગરમ પાણીમાં ગુલાબની પાંખડી અને સાંકળ નાખી તેને બે મિનિટ ઢાંકીને મૂકી રાખવી. ત્યારબાદ આ ચા ને એક ગ્લાસમાં ગરણી વડે ગાળીને ગરમ પી શકાય છે અને આ જ પાણીને ઠંડું પાડી ફ્રિજમાં મૂકી રાખી ગમે ત્યારે શરબતની જેમ પણ પી શકાય છે. આ ગુલાબની ચા માં આપણે મધનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. આ સિવાય આ ચા ને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે પાણી ઉકળે ત્યારે એક શક્તિ ઈલાયચી પાવડરનો પણ ઉપયોગ કરી શકાય છે.
surat gulab

ગુલાબમાં એન્ટિઓક્સિડન્ટ સારા પ્રમાણમાં હોય છે
ઘરમાં જ્યારે ગુલાબનો ગુલદસ્ત આવે ત્યારે તેને ફેંકી દેવાને બદલે તેનો આવી રીતે ઉપયોગ કરી શકાય છે. જે સ્વાસ્થ્ય માટે પણ સારું રહે છે અને કોઈકના દ્વારા ખરીદાયેલા ફુલનો પણ સાચો ઉપયોગ થાય છે. આ ગુલાબની ચા સ્વાસ્થ્યને ઠંડક આપવાની સાથે બીજા અનેક પણ ફાયદા કરે છે. ગુલાબમાં એન્ટિઓક્સિડન્ટ સારા પ્રમાણમાં હોય છે જેથી શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. અને ગુલાબમાં વિટામીન સી પણ સારા પ્રમાણમાં હોય છે.

તમારા શહેરમાંથી (સુરત)

First published:

Tags: Local 18, Surat news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here