50 પ્રજ્ઞાચક્ષુ લોકોએ યજ્ઞમાં ભાગ લીધો હતો અને સંપૂર્ણ યજ્ઞ પુરો પણ કર્યો
ગ્રંથો અને પુરાણોમાં મનોકામનાની પૂર્તિ માટે અને અનિષ્ટને ટાળવા માટે યજ્ઞ કરવામાં આવે છે. ત્યારે યજ્ઞ કરીને ફળની પ્રાપ્તિ મેળવવામાં હવે પ્રજ્ઞાચક્ષુઓ પણ બાકાત નથી. સુરતમાં પહેલીવાર તેઓ ગાયત્રી યજ્ઞ કરતા જોવા મળ્યા હતા. યુવા, આધેડ અને વૃધ્ધો મળીને 32 પ્રજ્ઞાચક્ષુ લોકોએ યજ્ઞમાં ભાગ લીધો હતો અને સંપૂર્ણ યજ્ઞ પુરો પણ કર્યો હતો.
વર્ષ 1988 થી કેન્દ્ર પ્રજ્ઞાચક્ષુ ભાઇઓ, બહેનોના શિક્ષણ, રોજગાર અને જાગૃતિનું કામ કરે છે
સંસ્થાના પ્રમુખ હર્ષદભાઈ ગજજરે કહ્યું કે, અંધજન વિકાસ કેન્દ્ર વર્ષ 1988 થી પ્રજ્ઞાચક્ષુ ભાઇઓ, બહેનોના શિક્ષણ, રોજગાર અને સમાજ જાગૃતિની વિવિધ પ્રવૃત્તિ કરે છે. સંસ્થા દર મહીને જરૂરીયાત મંદ દૃષ્ટિહીન ભાઈ, બહેનોને વિનામુલ્યે અનાજ કીટનું વિતરણ કરે છે. તેમજ તબીબી સહાય કરે છે. આ ઉપરાંત પ્રતિ વર્ષ 15 થી 20 જેટલા દૃષ્ટિહીનોને તેમના રોજીંદા જીવનમાં ઉપયોગી એવી સફેદ લાકડીઓનું વિતરણ કરવામાં આવે છે. સંસ્થા દૃષ્ટિહીન H.S.C અને S.S.C બોર્ડના વિદ્યાર્થીઓનું સન્માન પણ કરે છે.
માત્ર કુમારોને જ નહીં પરંતુ કન્યાઓ પણ ક્રિકેટ રમે છે
આ ઉપરાંત દૃષ્ટિહીન વિધાર્થી – વિધાર્થીનીઓ માટે અખિલ ગુજરાત બ્રેઈલ નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. એવી જ રીતે અખિલ ગુજરાત બ્રેઈલ ચેસ ટુર્નામેન્ટ, કુમાર ક્રિકેટ ટુર્નામેન્ટ, કન્યા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન પણ કરવામાં આવે છે. ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી ચાર ટીમ ક્રિકેટ રમે છે. માત્ર કુમારોને જ નહીં પરંતુ કન્યાઓ પણ ક્રિકેટ રમે છે.
છરા ભરેલા હોય તેવો પ્લાસ્ટિકનો બોલ દેહરાદૂનથી મંગાવામાં આવે છે
અંધજન ખેલાડીઓ સારી રીતે સમજી શકે અને તેમને રમવામાં સરળતા થાય એ માટે ખાસ પ્રકારે તૈયાર કરાયેલો અને લોખંડના છરા ભરેલા હોય તેવો પ્લાસ્ટિકનો બોલ દેહરાદૂનથી મંગાવામાં આવે છે . સ્ટમ્પ પણ લોખંડનાં ઉપયોગમાં લેવાય છે. જેનાથી બોલ વાગવાથી આઉટ થવા સાથે અન્ય બાબતોનો ખ્યાલ આવી શકે.
તમારા શહેરમાંથી (સુરત)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Local 18, Surat news