નોકરી કરતા સમયે તેમને આ વિચાર આવ્યો હતો
દિવ્યાંગ બાળકોને પણ સામાન્ય બાળકોની જેવા બનાવી તેમની અંદર છુપાયેલી પ્રતિભાઓ બહાર લાવવા માટે કોરોના પહેલા સીમા પવાર, રચના સોલંકી તેમની અન્ય મિત્ર દ્વારા વરાછા વિસ્તારમાં મંદબુદ્ધિના બાળકો માટે એક હોસ્ટેલ શરૂ કરવામાં આવી હતી. નોકરી કરતા સમયે તેમને આ વિચાર આવ્યો હતો. કારણ કે તેમના જ પરિવારમાં આવા બાળકો હતા.
સીમાબેનના ઘરમાં 75 ટકા દિવ્યાંગ બાળક, રચનાબેનના ઘરમાં 25 ટકા મંદબુદ્ધિના સભ્ય છે. અહીં 20 બાળકો એવા છે કે, જેમના માતા નથી, પિતા નથી કે માતા-પિતા બંને નથી. જેમનો રહેવા, જમવાથી લઈને બાકીનો દરેક ખર્ચ સંસ્થા ઉપાડે છે. તેઓ હોસ્ટેલમાં જ રહે છે. તેમજ 15 બાળકોનાં માતા પિતા ચાર્જ આપીને બાળકોને મુકી જાય છે. અહીં બાળકોને ભણતરરૂપી અનેક એક્ટિવિટી પણ કરાવવામાં આવે છે. જેથી તેઓનો માનસિક વિકાસ પણ થઈ શકે.
આજે કુલ 35 બાળકો છે. જેમાં 20 બાળકોનો બધો ખર્ચ ફ્રી છે
ઉન્નતિ સંસ્થાના સીમાબેન પવારે જણાવ્યું હતું કે, મારા ભાઈની જ પરિસ્થિતિ જોઈને ડોર ટુ ડોર સર્વે કર્યો હતો. સર્વેમાં જાણવા મળ્યું કે અમારા વિસ્તારમાં બાળકો માટે કોઈ શાળા નથી જેથી મેં તે સમયે બીએસસીએમઆરની ડિગ્રી કરી એટલે કે આ બાળકો માટે સ્પેશિયલાઇઝ ડિગ્રી મેળવી અને બાદમાં અન્ય જગ્યાએ નોકરી પણ કરી. જોકે બાદમાં મેં મારી જ સંસ્થા શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. શરૂઆતમાં એક બાળકને હેન્ડલ કર્યું હતું. બાદમાં ત્રણ થયા અને જોત જોતામાં 30 થી બાળકો થઈ ગયા છે. પરંતુ કોરોના આવી જતા બાળકો બંધ થઈ ગયા હતાં. દોઢ વર્ષ થી નાના વરાછામાં ફરીથી હોસ્ટેલ શરૂ કરતાં આજે કુલ 35 બાળકો છે. જેમાં 20 બાળકોનો બધો ખર્ચ ફ્રી જ છે. જ્યારે બાકીના બાળકોનો ખર્ચ રૂપિયા રૂપિયા 1000 થી શરૂ કરીને રૂપિયા 2500 તેમના માતા-પિતા ચૂકવે છે.
બાળકોને ગલતેશ્વર, સાકરી અને વાઘેચા પ્રવાસે પણ લઈ ગયા હતા
વધુમાં તેમણે કહ્યું કે, દાતાઓ દ્વારા મળેલા અનાજ કે સામાનના દાનને કારણે સંસ્થા ચાલે છે, પરંતુ અહીં મારા અને રચનાબેન , કિરણબેન સિવાય 4 વ્યક્તિ એવા છે કે, જેમને 15 હજાર સુધી સેલેરી અમે ચૂકવીએ છીએ. ઉપરાંત 15 હજાર ઘરનું ભાડું છે અને બે મહિને 12 હજાર લાઈટબીલની ચુકવણી પણ કરી એછી. જેથી પૈસાની જરૂર પડે છે. હાલ ભગવાનની કૃપાથી પરિસ્થિતિ સારી જઈ રહી છે અને અમે બાળકોને ગલતેશ્વર, સાકરી અને વાઘેચા પવાસે પણ લઈ ગયા હતા.
તમારા શહેરમાંથી (સુરત)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Local 18, Surat news