સુરત શહેરમાં તાપી નદીના કિનારે અડાજણ વિસ્તારમાં ક્રિશ – યુગ નામની ગૌ શાળા આવેલી છે. આ ગૌ શાળા A–2 પ્રમાણપત્ર ધરાવે છે આ ગૌશાળામાં 300થી વધુ ગાયો છે. મુન્નાભાઈ ઠેસિયાની આ ગૌ શાળા છે. 5 ગાય લાવીને તેમણે ગૌ શાળાની શરૂઆત કરી હતી અને આજે તેમની પાસે 300થી વધારે ગીર ગાયો છે.
મુન્નાભાઈ તેમની ગૌ શાળા અને ગાયોની ખૂબ કાળજી રાખે છે સાથે સાથે તેઓ બધાને આમંત્રણ પણ આપે છે કે તમે ગમે ત્યારે મારી ગૌ શાળામાં આવીને ગાયો સાથે સમય વિતાવી શકો છો , મારી ગૌ શાળા હંમેશા ખુલ્લી છે.
આ પણ વાંચો: સુરતની આ કંપની દર મહિને મહિલાઓને આપે છે પિરીયડ લીવ, જાણો શું છે કારણ
મુન્નાભાઈ તેમની ગૌ શાળામાં ગાયોની કેવી સંભાળ લે છે , ગાય દિવસ દરમિયાન શું ખાય છે? ગાયનું દુધ કાઢવાની પ્રક્રિયા કેવી રીતે થાય છે અને તેમના ઘર સુધી કેવી રીતે પહોંચે છે તેની સંપૂર્ણ ખાતરી કરાવવા માટે તેમની ગૌ શાળામાં સીસીટીવી કેમેરા લગાવ્યા છે અને તેના પાસવર્ડ તેઓ તેમના દરેક ગ્રાહકોને આપે છે. જેના કારણે ગ્રાહકો ગમે ત્યારે જોઈ શકશે કે તેમના ઘરે જે દૂધ પહોંચે છે તે કેટલું શુદ્ધ છે ?
મુન્નાભાઈ એ News 18 સાથે વાત કરતાં જણાવ્યુ કે તેમણે ગાયોની ઇમ્યુનિટી સારી રહે તેનું ખાસ ધ્યાન રાખ્યું છે તેમની ગાયોને લમ્પી વાયરસથી બચવા માટેની વેક્સિન પણ તેમણે જાતે અપાવી છે. તેમણે ગાયનું દૂધ પહોંચાડવા માટે અલગ રીત અપનાવી છે જ્યારે અન્ય લોકો પ્લાસ્ટિકની થેલી કે બોટલનો ઉપયોગ કરે છે તેમણે કાચની બોટલ રાખીને તેને રોજ ધોવા માટેનું મશીન પણ રાખ્યું છે.
તમારા શહેરમાંથી (સુરત)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Milk દૂધ, Surat news, Surat Samachar, સુરત