બાળકો પર્યાવરણપ્રેમી બને તે હેતુથી રોશનીબેન દ્વારા આ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. કારણ કે આજકાલ બાળકો જેટલું માટીથી નથી રમતા તેટલું મોબાઈલથી રમે છે. બાળકો માટે છે દૂર ના જાય તેની ઉપયોગિતાને સમજે તે ઉદ્દેશ્યથી ગાર્ડન શીખવાનું શરૂ કરવામાં આવ્યું. આજે શિક્ષકો પણ તેમની સાથે શાળામાં અને ઘરે બંને જગ્યાએ ગાર્ડનિંગ કરતા થયા છે.બાળકો ઘરે ગ્રો બેગ લાવીને શાકભાજી ઉગાડતા શીખી ગયા છે.
શાળામાં અમે કંઈ પણ પ્લાન્ટ ઉગાડવો હોય તો તે બહારથી તૈયાર નથી લાવતા પરંતુ તેના બીજ લાવીને તેને શરૂઆતથી જ કેવી રીતે ઉગાડવા તેની આખી પ્રોસેસ અહીંયા શીખવીએ છે. તેમાં કયું ખાતર વાપરવું જોઈએ કેટલા પ્રમાણમાં વાપરવું જોઈએ તે બધી જ માહિતી તેઓ શીખે છે.
આ પણ વાંચો: દૂધ ચોખ્ખુ છે એ ખાતરી કરવા ગૌશાળાનાં માલિકનો નવતર પ્રયોગ: ગ્રાહકોને સીસીટીવીનાં આપ્યા પાસવર્ડ
આજકાલ ઔષધીય પ્લાન્ટ વિસરાઈ રહ્યા છે, તેઓના થાય તેના માટે અમે શાળામાં આ પ્રવૃત્તિ હાથ ધરી છે. શાળાનું કેમ્પસ ખૂબ જ હરિયાળું અને રમણીય દેખાય છે. સાથે સાથે વિવિધ પ્રકારના ફૂલોની સુગંધ પણ ક્લાસરૂમમાં ફેલાયેલી રહે છે.
બાળકોએ કારેલા કોબીજ,દૂધી,રીંગણ, કારેલા,ટામેટા, લીંબુ જેવા વિવિધ પ્રકારના શાકભાજી ઉગાડ્યા છે, ફૂલોમાં પણ વિવિધ પ્રકારના ફૂલો ગુલાબ, મોગરા વગેરે ઉગાડ્યા છે, ઔષધીય પ્લાન્ટ તરીકે પણ એલોવેરા,નાગરવેલ, રબર પ્લાન્ટ જે તેમને વિજ્ઞાનમાં ભણવામાં ઉપયોગી છે તેવા પ્લાન્ટ પણ તેમણે ઉગાવ્યા છે.
રોશની ટેલર News18 સાથે વાત કરતાં જણાવે છે કે, અમારી શાળાના દરેક બાળક મોટા થઈને પર્યાવરણ પ્રેમી બને વૃક્ષો વાવે અને માટીથી રમે તેવી જ તેમની ઇચ્છા છે.
શાળાઓ આ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને ભણવાની સાથે અન્ય કુશળતા પણ કેળવે તેમને જીવન જીવવામાં ક્યારેય પણ કોઈ મુસીબતનો સામનો ન કરવો પડે અને જો ક્યારેય આવે તો પણ તેઓ જાતે જ તેમાંથી બહાર આવવાનો રસ્તો શોધી કાઢશે.
તમારા શહેરમાંથી (સુરત)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Surat Latest News, સુરત