Mehali Tailor, Surat: ભારતની ઓળખ એક ખેતીપ્રધાન દેશ તરીકે છે. પરંતુ ધીરે ધીરે લોકો હવે ખેતી છોડી ધંધા તરફ આગળ વધી રહ્યા છે, ત્યારે આ ખેતીનું મહત્વ જાળવી રાખવા માટે ગુજરાતમાં એક અંગ્રેજી માધ્યમની દક્ષિણા વિદ્યાલય નારગોલ શાળામાં બાળકો ખેતીનું મહત્વ સમજે તે હેતુથી ખેતીનો વિષય ભણાવવામાં આવી રહ્યો છે. જેમાં તેમને ખેતીનું મહત્વ અને ખેતી કરવાની પદ્ધતિની સમજણ આપવામાં આવે છે. આ શાળાના બાળકો સુરત ખાતે યોજાયેલ ખેડૂત એક્સપોમાં પોતાના કેમ્પસમાં ખેતીથી મેળવેલા પાકની જાતે જ વેલ્યુએડિશન કરી વેચાણ કરી રહ્યા છે.

સ્કૂલમાં શરૂ કરાયો ખેતીનો વિષય

જાતે જ વેલ્યુએડીશન કરી વેચાણ

સુરત શહેરમાં ગોપિન ગામમાં ખેડૂતોનો એક્સપો યોજાયો હતો. જેમાં રાજ્યભરમાંથી 200થી વધુ ખેડૂતો પ્રાકૃતિક રીતે ખેતી કરીને પોતાના ખેતરમાં થયેલા પાકના વેચાણને લઈને એક્સપોમાં ભાગ લીધો હતો. જણાવી દઈએ કે, ત્યાં નારગોલની દક્ષિણા વિદ્યાલયના બાળકો પણ ભાગ લીધો હતો. આ બાળકોને શાળામાં ખેતીના વિષયને મહત્વ આપવામાં આવ્યું છે અને શાળાના કેમ્પસમાં જ એક ખેતર તૈયાર કરી તેમાં પાક કઈ રીતે લેવો અને કઈ ખેતીમાં કયો પાક લેવામાં આવે છે તે બાબતે જાણકારી આપવામાં આવે છે.

Children are taught agriculture subject in Nargol school farming Expo

સ્કૂલમાં શરૂ કરાયો ખેતીનો વિષય

આ પણ વાંચો: આ વખતે કેસર કરીની સાઇઝ નાની કેમ છે?

બાળકોએ આ કેમ્પસમાં પાકતા ફળો, ફણસ, નાળિયેર, કેરી, અરીઠા અને બીજા અન્ય પાકોની અલગ અલગ રીતે વેલ્યુ એડિશન કરી હતી. કેરી અને અરીઠા જેવા પાકને સોલાર ડ્રાય કરી કેરીનો આમચૂર પાવડર, કેરીનું અથાણું વગેરે વિદ્યાર્થીઓ જાતે જ બનાવી અને જાતે જ તેનું પેકિંગ કરીને વેચાણ કર્યું હતું.

સ્વેચ્છાએ લોકો આપી રહ્યા હતા પૈસા

શાળાના બાળકો દ્વારા આ દરેક વસ્તુની કિંમત એકદમ ઓછી રાખવામાં આવી હતી અને જે લોકો આ વસ્તુ ખરીદે તો તેમણે સ્વેચ્છાએ પૈસા ટોપલીમાં મુકવાની વ્યવસ્થા વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી. કોઈપણ વ્યક્તિ પાસે આ વસ્તુના પૈસા માંગવામાં આવતા ન હતા. આ સિવાય કેટલાક વનસ્પતિના બીજ આ વિદ્યાર્થીઓ દ્વારા ભેટ સ્વરૂપે ફ્રીમાં આપવામાં આવતા હતા. બાળકોમાં ખેતીની સમજણ આવે અને કઈ રીતે ખેતી કરી શકાય અને કઈ રીતે તેનું વેચાણ કરી સારો નફો મેળવી શકાય એ હેતુથી આ અંગ્રેજી માધ્યમની શાળામાં ખેતીના વિષય રાખી તેને ઘણું મહત્વ સમજાવવામાં આવી રહ્યું છે.

તમારા શહેરમાંથી (સુરત)

First published:

Tags: Education News, Farming Idea, Local 18, Surat news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here