100 રૂપિયાથી લઇને 150 રૂપિયા ભાવ
નવસારીનાં માણેકલાલા રોડ ઉપર જય ભોલે નામની દુકાન આવેલી છે. વિશાલભાઇ ગોસ્વામી દુકાન ચલાવે છે.કોરોનાં કાળમાં આઇસ્ક્રિમ સેન્ડવીચ બનાવનો નિર્ણય કર્યો હતો. સામાન્ય રીતે બજારમાં રેગ્યુલર સેન્ડવીચ મળે છે. બજારમાં વિવિધ પ્રકારની સેન્ડવીચ મળે છે. ત્યારે વિશાલભાઇએ આઇસ્ક્રિમ સેન્ડવીચ અને બર્ગર બનાવવાની શરૂઆત કરી છે. આઇસ્ક્રિમ સેન્ડવીચ 100 રૂપિયાથી લઇને 150 રૂપિયા સુધી મળે છે.
કયા કયા પ્રકારની સેન્ડવીચ મળે છે
ભોલે નામની દુકાનમાં આઇસ્ક્રીમ વિથ ચોકલેટ ચિપ્સ સેન્ડવીચ, આઇસ્ક્રીમ સેન્ડવીચ વિથ પાઈનેપલ ચીઝ, સ્પેશિયલ ડ્રાયફ્રુટ આઈસ્ક્રીમ સેન્ડવીચ, ચીઝ ચોકલેટ આઈસ્ક્રીમ બર્ગર મળે છે. જિલ્લામાં એક માત્ર જગ્યાએ આઇસ્ક્રિમ સેન્ડવીચ બનાવે છે.
જિલલાનાં ગામડાનાં લોકો આવે છે
ઉનાળામાં આઇસ્ક્રિમ સેચ્ડવીચની ખૂબ જ માંગ, છે, ત્યારે દુકાનમાં નવસારી જિલ્લાના અને આજુબાજુના ગામોમાંથી લોકો આઈસ્ક્રીમ સેન્ડવીચ ખાવા માટે આવે છે. ત્રણ લેયર આઈસ્ક્રીમ સેન્ડવીચ બનાવવામાં આવે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Local 18, Navsari News