તારામતીબેનને ખુંદની બીમારી, માર્શલ આર્ટ શિખે છે
67 વર્ષે વૃદ્ધ મહિલા તારામતીબેન નવસારી શહેરમાં એકલવાયું જીવન જીવે છે. પરંતુ તેમના મુખ પર જે ઉત્સાહ અને જોશ જોવા મળે છે તે આજના યુવાનોમા પણ જોવા મળતો નથી. તારામતીબેનને નાનપણથી ખુંદની બીમારી હતી. બાળપણમાં ખુંદ દેખાતી ન હતી. જયારે 20 વર્ષનાં થયા ત્યારે ખુંદ દેખાવા લાગી હતી. બાદ નિયમિત જીવન જીવવું ખુબ જ કઠિન થઇ ગયું હતું. પરંતુ 67 વર્ષની ઉંમરે કોઇ પણ પ્રકારનાં ડર કે સંકોચ વિના માર્શલ આર્ટ અને કિક બોક્સિંગ કરે છે.
લોકોને મનથી મક્કમ રહેવું જોઇએ: તારામતીબેન
તારામતીબેને કહ્યું હતું કે, જીવનમાં કોઈપણ ઈજા થાય, કંઈ પણ મુશ્કેલી આવે તેનો સામનો કરવો જોઈએ. ન કે બેસી રહેવું જોઈએ. હંમેશા શરીરને એક્ટિવ રાખતા શીખવું જોઈએ. કસરત અને અલગ અલગ પ્રવૃત્તિમાં તેને જોડતા શીખવો જોઈએ. આજે મને ખુદની બીમારી છે.
મારી ઉંમર પણ વધુ છે. હું મનમાં એક જ વિચાર કરું છું કે હું સ્ટ્રોંગ છું.તમામ હંમેશા મનથી મક્કમ અને અડગ રહેવું જોઈએ અને પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Local 18, Navsari News