ચેતનભાઈ છેલ્લા 15 વર્ષથી 108 એમ્બ્યુલન્સમાં કર્મચારી તરીકે ફરજ બજાવી છે. જ દર્દી માટે કોલ આવ્યો હતો તે દર્દી રણછોડભાઈ ભગવાનભાઈ પટેલ જેમની ઉંમર 60 વર્ષની હતી. 108 ના બંને કર્મીઓ તેમને લેવા રેલ્વે ટ્રેક ઉપર ઉતરીને 1 km ચાલીને ઘટના સુધી પહોંચ્યા હતાં. ઘાયલ થયેલા વૃદ્ધ ની તપાસ કરી હતી.તેમને હાથ અને પગના ભાગે ફેક્ચર થયું હતું. વરસાદ પડતાં ત્યારબાદ દર્દીને સ્પાઈન બોર્ડ ઉપર ઉઠાવીને એક કિલોમીટર રેલ્વે ટ્રેક ઉપર ચાલીને 108 માં ફરજ બજાવતા કર્મચારીઓ એમ્બ્યુલન્સ સુધી તેને લઈ ગયા હતા. અને તેમને સારવાર આપી નજીકની વલસાડ સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી સારવાર અર્થે દાખલ કર્યા હતા. ત્યારે 108 એમ્બ્યુલન્સમાંમાં ફરજ બજાવતા કર્મચારી ઘાયલ થયેલા વૃદ્ધિની નવજીવન બક્ષ્યું હતું.
નવસારી જિલ્લા સહિત તાલુકામાં અવારનવાર અકસ્માતની કે બીજી આકસ્મિત ઘટનાઓ બનતી હોય છે, ત્યારે 108 માં ફરજ બજાવતા કર્મચારીઓ નિષ્ઠાપૂર્વક તેમને પોતાની સેવા અદા કરતા હોય છે. ત્યારે આવી કઠિન પરિસ્થિતિમાં પણ બીલીમોરામાં 108 એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા કર્મચારી એક વૃદ્ધને સાચા અર્થમાં નવજીવન આપ્યું હતું.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Local 18, Navsari News