જિલ્લા પોલીસ દ્વારા પ્રથમ સેમિનાર યોજાયો
આવી ઘટનાઓ થી અવગત કરાવવા અને સતર્ક રહેવા માટે જિલ્લા પોલીસ દ્વારા પ્રથમ સેમિનાર મત્યા પાટીદાર વાડી ખાતે રાખવામાં આવ્યો હતો.જિલ્લાના પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યાય સહિત તમામ પોલીસ મથકના પીઆઈ , પીએસઆઇ હાજર રહ્યા હતા. સિનિયર સિટીઝનોને પ્રોજેક્ટર ઉપર માહિતી આપવામાં આવી હતી .
અત્યાર સુધી નવસારી જિલ્લામાં કેટલા બનાવ બન્યા છે?
નવસારી જિલ્લામાં અત્યાર સુધી 200 થી વધુ સાયબર ક્રાઇમની ઘટના બની છે. જેમાં સૌથી વધુ નિશાનો સિનિયર સિટીઝનો પર સધાયો છે. ઓટીપી આપતા નાણાં પડાવી લેવાની ઘટના પણ વધુ બની છે. જેને લઇને પોલીસ હવે જાગૃતતા માટે કાર્યક્રમ કરશે.
સિનિયર સિટીઝનોને કેવા ફોન આવે છે?
લાઈટ બિલ ભરવાનું બાકી છે, આધાર કાર્ડ અપલોડ કરવું છે? તમને લોટરી લાગી છે, તમે પાર્ટ ટાઈમ કંપનીમાં કામ કરવા માંગો છો આવા અલગ અલગ સવાલોને લઈને સિનિયર સિટીઝનો ઉપર ફોન આવતા હોય છે. જેમાં સિનિયર સિટીઝનો છેતરાઈ જતા હોય છે . જે રોકવા માટે જિલ્લા પોલીસ હવે સિનિયર સિટીઝનોના દ્વારા જશે.
ક્યારે જિલ્લા પોલીસ સિનિયર સિટીઝનના દ્વારે જશે?
નવસારી જિલ્લાના SP ઋષિકેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે , સાઇબર ક્રાઈમના કિસ્સાઓ વધી રહ્યા છે. જેને લઈને 11 થી 22 એપ્રિલ દરમિયાન પોલીસની ખાસ ટીમ એસએચઇ સિનિયર સિટીઝનના ઘરે જશે અને સાઇબર ક્રાઇમ અંગે માર્ગદર્શન આપશે.
અત્યાર સુધી બનેલ સાયબર ક્રાઇમ ઘટનાને લઈને પોલીસે શું કરી કામગીરી?
નવસારી જિલ્લામાં પોલીસે હમણાં સુધી 200 થી વધુ સાયબર ક્રાઇમની ઘટના નોંધી છે . જેમાં જિલ્લાની પોલીસે જે તે સાઈબર ક્રાઈમ કરનારા આરોપીઓના ખાતા પોલીસ દ્વારા ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે . એ સિવાયની આગામી કાર્યવાહી પણ કરવામાં આવી છે. ભોગ બનેલાઓમાં સિનિયર સિટીઝનોની સંખ્યા વધુ છે તેવું પોલીસ દ્વારા જાણવા મળ્યું છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Local 18, Navsari News