Krushna Salpure, Navsari: નવસારી શહેરમાં મોટા પ્રમાણમાં અલગ અલગ ફાસ્ટ ફૂડની કાફે આવેલી છે જેમાં નવસારીમાં વિરાંજલી માર્ગ પાસે એક એવી કાફે છે જેનું નામ આરટીઓ નંબર GJ 21 પરથી રાખવામાં આવ્યું છે. આ કાફેમાં નવસારીના ઐતિહાસિક દર્શન થાય છે.

કાફેની વિશેષતા

યુવાન ગૌરવભાઈ ગરાસીયાએ Gj 21 અડ્ડા નામની કાફેમાં નવસારી શહેરમાં ખુલ્લી મૂકી છે. જેમાં નવસારી જિલ્લાના ઐતિહાસિક સ્થળ જેવા કે, મહાત્મા ગાંધીજીએ સાબરમતી આશ્રમથી લઈને દાંડી ખાતે મીઠાના કરનો ભંગ કરવા આવ્યા હતા. તે સ્મૃતિ અને ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા ખુલ્લુ મુકવામાં આવેલ દાંડી સોલ્ટ મેમોરિયલ, નવસારી રેલવે સ્ટેશન, રીક્ષા સ્ટેશન અને નવસારીનો મુખ્ય માર્ગ પાસે આવેલ લક્ષ્મણ હોલ અને અનેક જાણીતા ઐતિહાસિક સ્થળના દર્શન કેફેમાં થાય છે.
navsari kafe2

કાફેના ઓનરને કેવી રીતના વિચાર આવ્યો ?
ગૌરવભાઈ ગરાસીયાએ જણાવ્યું હતું કે, નવસારીમાં જ કાફે ખોલવાનું હોવાથી તેને આરટીઓ નંબર GJ 21 જ નામ આપવાનો વિચાર આવ્યો અને જો કોઈ નવસારી જિલ્લાની બહારથી કે વિદેશથી અહીં કોઈ આવે તો તેને નવસારીના ઇતિહાસ અને ઐતિહાસિક સ્થળ વિશેની માહિતી અહીંથી જ પ્રાપ્ત થઈ શકે, તે માટે આ કોન્સેપ્ટ ઊભો કરવામાં આવ્યો છે. કાફેની અંદર જ તમામ ઐતિહાસિક સ્થળના પટચિત્ર મૂકવામાં આવ્યા છે. આ પટચિત્ર મનદીપ ડિઝાઇનર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. કાફેમાં મળતી સેન્ડવીચના નામ પણ GJ 21 પરથી આપવામાં આવ્યા છે.

First published:

Tags: Local 18, Navsari News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here