કેવી રીતે આવ્યું રામાયણ?
નવસારીના કસ્બાપાર વાડી ફળિયામાં રેહતાં અરવિંદભાઈ પાઠક કર્મ કાંડી બ્રાહ્મણ છે. જેઓના પર દાદા નાનજીભાઈ રણછોડજીભાઈ પાઠક વર્ષો અગાઉ કર્મકાંડ અને સંસ્કૃતના શિક્ષણ માટે કાશી ગયા હતા, ત્યારે તેઓના પર દાદાને આ રામાયણ ત્યાં ભેટ સ્વરૂપે મળ્યું હતું ત્યારબાદ તેઓ નવસારી આવ્યાં બાદ દર શ્રાવણ માસમાં રામાયણ વાંચવામાં આવતું હતું. સિલસિલો અરવિંદભાઈ પાઠકના પિતાશ્રી સુધી ચાલતો આવ્યો હતો. પરંતુ તેઓના પિતાનું નિધન થતાં ઘણા વર્ષો પછી અરવિંદભાઈ પાઠકને પોતાના પરદાદાના સામાનમાંથી રામાયણ ગ્રંથ મળી આવ્યો હતો. પરંતુ જ્યારે તેઓએ રામાયણને ખોલીને સંપૂર્ણ અભ્યાસ કર્યો ત્યારે તેઓને ધ્યાન પડ્યું કે આ રામાયણ ઇ.સ. 1638 નું પ્રિન્ટિંગનું છે.
રામાયણ કાગળનાં
રામાયણને લગભગ 350 વર્ષ થયા છે. તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા થઈ ગયા કારણ કે આટલા લાંબા સમય સુધી આ પુસ્તક કઈ રીતે ટકી શકે તેથી તેમણે રામાયણનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું ત્યારે તેઓને ખબર પડી કે, આ કોઈ સામાન્ય કાગળમાંથી બનાવેલું રામાયણ નથી. આ કોઈ ઝાડના છાલને વિશેષ રીતે પ્રોસેસ કરી તૈયાર કરવામાં આવેલા કાગળ પર અંકિત કરાયેલું છે. આટલા વર્ષો બાદ પણ આના તમામ પાનાઓ સહિત અકબંધ છે.
350 વર્ષ જૂના રામાયણની વિશેષતા શું છે?
350 વર્ષ જૂની રામાયણની વિશેષતાઓ પર નજર કરવામાં આવે તો ઈ.સ. 1638 થી સાલમાં આ રામાયણ પ્રકાશિત કરવામાં આવ્યું હતું. જે આ પુસ્તક પર વાંચી શકાય છે. 1210 પાનાનું તુલસીદાસ રચિત રામાયણની આવૃત્તિ બંબૈયા બાડી ટાઇપમાં છપાયું હોવાનું અનુમાન છે. અને તેની કિંમત પાંચ રૂપિયા તેના પર અંકિત કરેલી છે. આ રામાયણ મૂળ સંસ્કૃત અને હિન્દી ભાષામાં લખાયેલું છે. પ્રિન્ટિંગ પણ તે જ સમયના વિશેષ પ્રકારના કાગળની ક્વોલિટી પર કરવામાં આવ્યું છે. આજના કાગળો કરતા કંઇક વિશેષ છે. આ પૌરાણિક રામાયણમાં રામાયણના મહત્વ સહિત તુલસીદાસજીનું જીવન ચરિત્ર, રામ જન્મ કુંડળી, રામાયણજીની આરતી, સુલોચના સતી, અહીરાવણ વધ, વગેરે નો સમાવેશ કરી વર્ણન કરવામાં આવ્યું છે.આ રામાયણ કાળના અમુક પ્રસંગોનું રંગીન ચિત્રો વડે વર્ણન કરવામાં આવ્યું છે જે ઘણું ઉમદા છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Local 18, Navsari News