નવસારી:  ડાંગ જિલ્લામાં ગઈકાલે મોડી સાંજે ચક્રવાત સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. જ્યાં આહવા તાલુકાના કામદ ગામે અતિ ભારે વાવાઝોડાને કારણે 50થી વધુ ઘરોના છાપરા ઉડી ગયા હતા. ખાસ કરીને કેરી પકવતા ખેડૂતોની કેરી ઝાડ પરથી ખરી પડી હતી. ત્યારે ડાંગ જિલ્લાના ખેડૂતોએ હાલ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. અતિ ભારે વાવાઝોડાને કારણે કેરી પકવતા ખેડૂતોની હાલ ઊગી નીકળેલી તમામ કેરીઓ ખરી પડી હતી. જેને લઈને ખેડૂતોના માથે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ ઊભી થઈ હતી.

ડાંગ જિલ્લા સહિત આજુબાજુમાં ભારે વરસાદ સાથે વાવાઝોડું ફૂંકાયું હતું. જેમાં વાવાઝોડામાં જોર પડતા ડાંગ જિલ્લામાં રહેતા ખેડૂતોના ઘરના પતરા ઉડી ગયા હતા. જેને લઇને ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખેડૂતોનો આશ્રય છીનવાઈ ગયો હતો. હાલ ચાલુ સિઝન એ કેરી પકવતા ખેડૂતોની તમામ કેરીઓ ઝાડ પરથી ખરી પડી હતી. જેને લઇને ખેડૂતોએ હાલ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. સાથે સાથે પવન અને વરસાદને કારણે આંતરિયાળ આહવાના કામદ ગામે વાવાઝોડામાં સ્કૂલની છત પરથી પતરા પત્તાની જેમ ઉડી ગયા હતા અને બીજા ઘરોમાં વીજ પુરવઠો ખોળવાઈ જતા અંધારપટ છવાયું હતું.navsari keri1 2023 04 162447f36d700c13d8b963ea8ed4890f

અત્યારે ડાંગ જિલ્લામાં પણ જે નાની ખેતી કરતા ખેડૂતોઓ છે. તેઓનું પોતાનું ગુજરાન આ નાની ખેતી ઉપર આધાર રહેલી છે. ત્યારે આવી રીતના આવી પડેલ આફતને લઈને ખેડૂતો ચિંતાતુર બન્યા છે. જે નુકસાન થયું છે તેની થોડી સહાય કરવામાં આવે તેવી સરકાર તરફથી એક આસ લગાવીને બેઠા છે. સરકાર દ્વારા સર્વે કરવામાં આવે તેવી પણ તેમની માંગ ઉઠી છે. ત્યારે હવે સરકારી તંત્ર દ્વારા સર્વે હાથ ધરી સહાયની જાહેરાત કરે તેવી ત્યાના સ્થાનિક અને ખેડૂતોની માંગ ઉઠી છે

First published:

Tags: Local 18, Navsari News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here