નવસારી માર્કેટિંગ યાર્ડમાં કેરીની એન્ટ્રી થતાં કેરી રસિકોમાં આનંદ છવાયો છે. ગત વર્ષ કરતાં માર્કેટ યાર્ડમાં 20 દિવસ વહેલું આગમન થયું છે. નવસારી જિલ્લામાં કેસર કેરીનો પાક વધુ થાય છે.નવસારીના એપીએમસી માર્કેટમાં ચાલુ વર્ષે કેરીની વહેલી એન્ટ્રી થઈ છે. ત્યારે આ વખતે કેરીનો મણનો ભાવ 2230 સુધી બોલાયો છે. ગયા વર્ષે એપીએમસી માર્કેટમાં 20 એપ્રિલ બાદ કેરીનું આગમન થયું હતું. જોકે ચાલુ વર્ષે ફળોનો રાજા કેરીનું જથ્થાબંધ માર્કેટમાં વહેલું આગમન થયું છે. 800 થી હજાર મણ કેરી માર્કેટમાં ઠાલવવા લાગી હોવાનું એપીએમસીના ચેરમેન પ્રકાશ પટેલે જણાવ્યું છે.
નવસારી માર્કેટમાં કયા કયા ભાવ બોલાય છે?
કેસર કેરીનો 900 થી 2200 થી 30 રૂપિયા અભાવ બોલાવ્યો છે. દશેરા કેરીનો 610 થી 1110 રૂપિયા ભાવ હાફૂસ નો 900 થી 1100 થી રૂપિયા લંગડો જેના 740 રૂપિયા અને દેશી કેરીનો 400 ભાવ બોલાવ્યો છે.
ક્યારે વધુ જથ્થો આવશે?
નવસારીના માર્કેટમાં હાલ જે કેરીનો જથ્થો આવ્યો છે 15 દિવસ સારો રહેશે ત્યારબાદ થોડાક દિવસ જથ્થો ઓછો આવવાની શક્યતા છે ત્યારે મે મહિનામાં માર્કેટમાં સૌથી વધુ જથ્થો ઠલવાશે જૂન સુધી સારા પ્રમાણમાં ચાલુ રહેશે ત્યારે ગણદેવી ના ખેડૂત સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આ વર્ષે મહત્તમ જગ્યાએ નો પાક સારો દેખાય છે.
ખેડૂતોની આશા
માવઠાનાં માર વચ્ચે ખેડૂતોને પોષણક્ષમ ભાવની આશા લાગી છે. ખેડૂતો મોંઘવારી અને મજૂરીને ધ્યાનમાં લઇ કેરીના પોષણક્ષમ ભાવ મળે તેવી આશા વ્યક્ત કરી છે આગામી દિવસોમાં કેરીનો જથ્થો વધુ હરાજી માટે આવશે અને અહીંની કેરીઓ વિદેશમાં ટ્રાન્સપોર્ટ પણ કરવામાં આવે છે. તેવું મંત્રી દર્શનભાઈ દેસાઈએ જણાવ્યું હતું.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Local 18, Navsari News